સમાચાર

દામનગર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન સંપન્‍ન

દામનગર શહેરની ઓમ સાંઈ તેમજ સનરાઈઝ પ્રાયમરી સ્‍કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ પ થી 8ના બાળકોએ ભાગ લીધો હતો. અભ્‍યાસક્રમોને ઘ્‍યાનમાં રાખી પ્રયોગો વિજ્ઞાન શિક્ષક માનસીબેન ખોરાસીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ સી.આર.સી. વિસાણી દ્વારા વિજ્ઞાન મેળાનું મૂલ્‍યાંકન અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પ્રયોગો રજૂ કરનાર તમામ બાળકોને તેમના દ્વારા પ્રોત્‍સાહન ભેટ પણ આપવામાં આવી હતી. ધોરણ 1 થી 8 સુધીના બાળકોએ પ્રયોગો નિહાળી વિજ્ઞાન પ્રત્‍યેનીજાણકારી બાળ વિજ્ઞાનિકોથી મેળવી સંપૂર્ણ આયોજનમાં તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ વિજ્ઞાનિકોએ રસ રૂચિથી વિજ્ઞાનિક શોધસંશોધનની સુંદર કૃતિઓ રજૂ કરી સર્વને કૃતિઓથી અવગત કર્યા હતા.

error: Content is protected !!