સમાચાર

વંડા ખાતે પ્રધાનમંત્રીનાં જન્‍મદિને ભાજપ ર્ેારા ફ્રૂટ વિતરણ

સાવરકુંડલા, તા. 17

દેશનાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનાં જન્‍મદિવસ નિમિત્તે, સેવા સપ્‍તાહ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકામાં વંડા હોસ્‍પિટલમાં ફ્રૂટ વિતરણ પૂર્વ મંત્રી વી. વી. વઘાસીયા, જીલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણીનાં હાથે કરવામાં આવેલ, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ પુનાભાઈ ગજેરા, મહામંત્રી જયસુખભાઈ સાવલીયા, પ્રકાશભાઈ પાનસુરીયા, મનજીભાઈ તળાવીયા, સરપંચ વાલાભાઈ સાટીયા, ઉપ સરપંચ જીવનભાઈ, શંભુભાઈ મકવાણા, વાશીયાળી સરપંચ શાંતિભાઈ, કિશનભાઈ ખુમાણ, પીયાવા સરપંચ શીવરાજભાઈ, ભોળાભાઈ તેમજ ભાજપનાં આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાાં.

error: Content is protected !!