સમાચાર

સોમવારથી મોટર વ્‍હીકલ એકટની અમરેલી જિલ્‍લામાં કડક અમલવારી શરૂ થશે : પોલીસ અધિક્ષક

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે પત્રકાર પરિષદ સંબોધી

સાવધાન : સોમવારથી મોટર વ્‍હીકલ એકટની અમરેલી જિલ્‍લામાં કડક અમલવારી શરૂ થશે

ગ્રામ્‍ય વિસ્‍તાર, હાઈ-વે ઉપરાંત શહેરી વિસ્‍તારમાં પણ હેલમેટ પહેરવી ફરજિયાત

સગીરવયનાં બાળકો વાહન ચલાવતાં ઝડપાશે તો રૂપિયા પ હજારનો દંડ વાહન માલીકને કરાશે

જિલ્‍લાનાં તમામ વાહનચાલકોએ પોતાની અમુલ્‍ય જીંદગી બચાવવા સહકાર આપવા જણાવ્‍યું

અમરેલી, તા. 13

સમગ્ર રાજયમાં આગામી તા. 13થી નવા મોટર વ્‍હીકલ એકટનો અમલ શરૂ થવા જઈ રહૃાો છે ત્‍યારે અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં પણ આ નિયમનો કડક અમલ શરૂ કરવામાં આવશે તેમ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયે જણાવ્‍યું હતું.

કોઈપણ કાર્ય પોતાનાં ડિપાર્ટમેન્‍ટથી શરૂ કરવાનાં આગ્રહી એવા જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયે આ નિયમનો પ્રથમ અમલ પોલીસ હેડ કવાર્ટરથી શરૂ કરી અનેક લોકોને નિયમ વિરૂઘ્‍ધ વાહન ચલાવવા સબબ દંડનીય કાર્યવાહી કરી હતી.

જિલ્‍લા પોલીસ વડાએ વધુમાં જણાવ્‍યું હતું કે, મોટર વ્‍હીકલ એકટનો કડક અમલ કરવાથી સરકારને આવક થશે તેવો ઉદેશ બીલકુલ નથી પરંતુ લોકોનાં જીવ અકસ્‍માતમાં ન જાય તે માટે થઈ આ નિયમનો અમલ કરવો અને કરાવવો જરૂરી છે.

નવા નિયમ મુજબ કોઈપણ ઈસમ નશો કરેલીહાલતમાં વાહન ચલાવતા પકડાશે તો હવે થાણા અધિકારી ઘ્‍વારા કાર્યવાહી કરી અને આરટીઓ ઘ્‍વારા આવા નશો કરેલી હાલતમાં વાહન ચલાવનાર ઈસમનું ડ્રાઈવીંગ લાયસન્‍સ રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નવા નિયમ મુજબ જે લોકો પોતાના 18 વર્ષથી નીચેનાં સંતાનોને પોતાના વાહન ચલાવવા માટે આપે છે તેમાં પણ હવે પોલીસ કડક કાર્યવાહી કરશે. જેમાં નવા નિયમ મુજબ સગીરવયના બાળક તથા વાહન માલીકને મળી રૂા. પ હજાર સુધીનાં દંડની જોગવાઈ છે તે અંગે વધુ કાર્યવાહી પોલીસ ઘ્‍વારા કરવામાં આવશે.

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા સ્‍પષ્‍ટ કરવામાં આવ્‍યું હતું કે, સીટી વિસ્‍તાર હોય કે ગ્રામ્‍ય વિસ્‍તાર, હાઈવે માર્ગ હોય તો પણ તમામ ટુ વ્‍હીલર ચાલકોએ હેલમેટ તથા અન્‍ય મોટા વાહનચાલકોએ સીટબેલ્‍ટ લગાવવો ફરજીયાત છે અને જો આમ નશી કરે તો દંડ વસુલવામાં આવશે.

અમરેલી શહેર તથા અન્‍ય શહેરોમાં કેટલાંક નબીરાઓ પોતાના ટુ વ્‍હીલરનાં એન્‍જીન સાથે ચેડા કરી અને બાઈકને ધુમ સ્‍ટાઈલથી અથવા નિર્ધારીત ઝડપથી વધારે ચલાવે છે તેઓને હવે નવા કાયદા મુજબ પકડી પાડવામાં આવશે અને આવા બાઈક ચાલકોને રૂા. 1પ00નો દંડ સ્‍થળ વસુલાત કરવાનાં અધિકારો હેડ કોન્‍સ્‍ટેબલ અથવા તો તેમનાથી ઉપરી અધિકારીઓને અધિકાર આપવામાં આવેલછે.

જિલ્‍લા પોલીસ વડાએ પત્રકાર પરિષદનાં અંતમાં જણાવ્‍યું હતું કે, આગામી તા. 1પનાં રોજ નવા મોટર વ્‍હીકલ એકટ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિઘ્‍ધ થશે અને તા. 16થી આ નવા નિયમનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં લોકોનાં જીવની સુરક્ષા માટે થઈ નવા નિયમનો અમલ કરાવવા માટે ખાસ ઝુંબેશ અમરેલી જિલ્‍લામાં ચલાવવામાં આવશે.

અમરેલી જિલ્‍લામાં ગત તા. 1/1/19થી તા. 30/8/19 સુધીનાં 8 માસનાં સમયગાળા દરમિયાન જ 7પ જેટલા લોકોએ અકસ્‍માતમાં જીવ ગુમાવ્‍ય છે તો કેટલાંક લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે. આવી ઘટના ન બને તે માટે થઈ નવા નિયમનો કડક અમલ કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્‍યું હતું.

error: Content is protected !!