સમાચાર

દુધાળાનાં હરિકૃષ્‍ણ-નારાયણ સરોવરમાં ગટરનું ગંદુ પાણી ભળતાં રોગચાળોનો ખતરો

વડાપ્રધાનમોદી અને મુખ્‍યમંત્રી રૂપાણીનાં હસ્‍તે લોકાર્પણ થયેલ

દુધાળાનાં હરિકૃષ્‍ણ-નારાયણ સરોવરમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી અને ગંદકી ભળતાં રોગચાળો ફાટી નિકળવાનો ખતરો

કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ સરોવરોમાં ગટરનું ગંદુ પાણી જતું અટકાવવાં પાલિકાનાં શાસકો નિષ્‍ફળ

લીલીયા, તા. 13

લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદી પ00 વિઘા જમીનમાં ધોળકીયા ફાઉન્‍ડેશનનાં સવજીભાઈ ધોળકીયાનાં આર્થિક સહયોગ અને સૃજલામ્‌ સુફલામ્‌ યોજના અંતગર્ત કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ હરિકૃષ્‍ણ સરોવર જેનું લોકાર્પણ દેશનાં વડાપ્રધાન અને સ્‍વચ્‍છ ભારતનાં પ્રણેતા નરેન્‍દ્રભાઈ મોદીનાં વરદ્ય હસ્‍તે કરાયું છે અને તાજેતરમાં ગત્‌ તા. 08/09/ર019 રવિવારનાં રોજ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ્‌ હસ્‍તે નારાયણ સરોવરનું લોકાર્પણ કરવામાં આવેલ, આ તકે રાજયનાં નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ નારાયણભાઈ કાછડીયા, પ્રભારીમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, જીલ્‍લા કલેકટર આયુષ ઓક સહીતનાં મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા હતા, તે નારાયણ સરોવર અને હરિકૃષ્‍ણ સરોવરમાં લાઠી શહેરની ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સરોવરનાં પાણી ભળતાં જળસંગ્રહ થયેલ, પાણી પ્રદૂષિત થઈ રહેલ છે, મોટા પ્રમાણમાં સરોવરમાં ભરેલ પાણીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી અને ગંદકી ભળતાં સરોવરનુંપાણી દુર્ગધ મારી રહૃાું છે, આ અંગે તાકીદે સ્‍થાનિક નગરપાલિકાનાં સત્તાધીશો, આરોગ્‍ય વિભાગ સરોવરમાં ભળતું ગંદુ પાણી નહીં અટકાવે, તો ભયંકર રોગચાળો ફાટી નિકળશે, તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

error: Content is protected !!