સમાચાર

વયોવૃઘ્‍ધ વયે સિંહબાળને જન્‍મ આપ્‍યો

લીલીયા બૃહદગીરની રાજમાતા સિંહણ હંમેશા ચર્ચામાં રહેવા ટેવાયેલી છે

વયોવૃઘ્‍ધ વયે સિંહબાળને જન્‍મ આપ્‍યો

વયોવૃઘ્‍ધ રાજમાતા સિંહણ અને સિંહબાળની સંભાળ લેવા માંગ ઉઠી છે

લીલીયા મોટા, તા.13

લીલીયા બ્રહૃદગીરની રાજમાતા સિંહણ હંમેશા તેના સ્‍વભાવ અને ફીટનેસને લઈ ચર્ચામાં રહે છે. પાછલા બે વર્ષથી તેમની વયોવૃઘ્‍ધ વયે સિંહબાળને જન્‍મ આપવાની ઘટનાને લઈ ચર્ચામાં રહી છે.

લીલીયા બ્રહૃદગીરમાં ભોરીંગડા, ટીબડી, વાઘણીયા વિસ્‍તારમાં વયોવૃઘ્‍ધ વયે રાજમાતા સિંહણે એક સિંહબાળને જન્‍મ આપ્‍યાની ચર્ચાએ રાજમાતા સિંહણને ફરી ચર્ચામાં મુકી છે. પાછલા કેટલાક દિવસોથી રાજમાતા સિંહણ એક નાનકડા સિંહબાળને સાથે લઈ ફરી રહી છે. તેને નિહાળી લોકોમાં આશ્ચર્ય સાથે આનંદની લાગણી ઉભી થવા પામી છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે ગત વર્ષે રાજમાતા સિંહણે ભોરીંગડા વીડીમાં બે સિંહબાળને જન્‍મ આપ્‍યો હતો. વયો વૃઘ્‍ધ વયે આપેલ સિંહબાળને જન્‍મ આપ્‍યો હતો. વયો વૃઘ્‍ધ વયે આપેલ  સિંહબાળ શારીરીક રીતે નબળા હોવાની સ્‍થાનિકવનતંત્રને જાણ હોવા છતા જરૂરી પગલા લેવામાં ન આવતા બન્‍ને સિંહ બાળ મૃત્‍યું પામ્‍યાની ઘટના બનવા પામેલ રાજમાતા સિંહણે સિંહબાળને જન્‍મ આપ્‍યો ન હોવા ઘટનાનો ઢાક પિછાડો પાડયો હતો. જયારે આ વખતે સ્‍થાનિક લોકોનાં કહેવા પ્રમાણે રાજમાતા સિંહણ સિંહબાળને સાથે લઈ સિંહબાળની વિશેષ કાળજી લેવામાં આવે તેવું સ્‍થાનિક પર્યાવરણ પ્રેમી ઈચ્‍છી રહયા છે. જેથી ફરી ગત વર્ષની ઘટનાનું પૂનઃરાવર્તન ન થાય.

આર.એફ. ઓ. જયોતિ બહેન સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું. રાજમાતા સિંહણે સિંહબાળને જન્‍મ આપ્‍યાની ઘટના સામે આવી નથી. વયો વૃઘ્‍ધ સિંહણ સાથે અન્‍ય કોઈ સિંહણનું સિંહબાળ પણ હોય શકે.

error: Content is protected !!