સમાચાર

બાબરાનાં નાની કુંડળ ગામે પવનચકકીનાં કારણે મોરને શોર્ટ લાગતાં મોત

ઉદ્યોગો પાછળની હરણફાળથી પર્યાવરણને વ્‍યાપક નુકસાન

બાબરાનાં નાની કુંડળ ગામે પવનચકકીનાં કારણે મોરને શોર્ટ લાગતાં તેનું કમકમાટીભર્યુ મોત થતાં અરેરાટી

ગામજનોએ આક્ષેપ કર્યો હતો કે પવનચકકીનાં કારણે અગાઉ પણ મોરનાં મોતની ઘટના બની છે

નાની કુંડળ પંથકમાં એક સમયે ર0થી વધુ મોર વસવાટ કરતાં હતા તેમાં ઘટાડો થયો છે

બાબરા, તા. 13

અમરેલી જિલ્‍લામાં થતાં ઔદ્યોગિક વિકાસની પાછળ પર્યાવરણ જાળવણીની ખેવનાં રાખવામાં આવતી ન હોવાની ફરિયાદ છાશવારે ઉભી થતી હોય છે. દરિયાકાંઠે પણ મહાકાય ઉદ્યોગગૃહોનાં કારણેએશિયાટીક ગૌરવ સમા સિંહ સહિતનાં વન્‍ય પ્રાણીઓની હાલત અતી દયનીય બની ચુકી હોય વન વિભાગને કોઈ ચિંતા થતી નથી.

દરમિયાનમાં પાંચાળ ગણાતા બાબરા પંથકમાં થોડા વર્ષોથી પવનચકકીઓ શરૂ કરવામાં આવતાં તેને લીધે પર્યાવરણને વ્‍યાપક નુકસાન થઈ રહૃાું છે તેની સાબિતી આપતી ઘટના પ્રકાશમાં આવી છે.

બાબરાનાં નાની કુંડળ ગામે રાષ્‍ટ્રીય પક્ષી ગણાતા મોરનો મૃતદેહ વીજપોલ પરથી મળી આવતાં પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓમાં અરેરાટીનો માહોલ ઉભો થયો છે.

આ અંગે ગામજનોએ જણાવ્‍યું હતું કે, નાની કુંડળ ખાતે પવનચકકીનાં કારણે ર0 જેટલા          મોર પર ખતરો ઉભો થયો છે. અગાઉ પણ મોરનાં વીજ કરંટથી મોત થયા હતા.

આ બનાવ અંગે વનવિભાગે ઘટના સ્‍થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

error: Content is protected !!