સમાચાર

ખેડૂતો કહે છે કે વરાપ નહી નીકળે તો ખેતીમાં નુકસાની જશે

અમરેલી જિલ્‍લામાં ભારે વરસાદથી પરિસ્‍થિતિ બેકાબુ બને તેવી શકયતા

ખેડૂતો કહે છે કે વરાપ નહી નીકળે તો ખેતીમાં નુકસાની જશે

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઈ ગયો છે પરંતુ મેઘરાજાની વિશેષ મહેર હોય તે હજુ ભાદરવે પણ વરસાદ અટકવાનું નામ નથી લેતો. ત્‍યારે ચાલું વર્ષે કપાસ, મગફળીનું વાવેતર ખૂબ જ વધારે પ્રમાણમાં થયું છે અને પાક પણ પૂરેરૂરો સારો દેખાઈ રહૃાો છે. ત્‍યારેખેડૂતોનું માનીએ તો ભાદરવા મહિનામાં વરસાદ ઓછો હોય છે અને સૂર્ય પ્રકાશ વધારે મળતો હોય છે જેને કારણે કપાસ અને મગફળીનો સારો પાક ઉત્‍પન્‍ન થતો હોય છે. ત્‍યારે આ વર્ષે ભાદરવો ભરપૂર રહૃાો છે અને વરસાદ પણ અનરાધાર રહૃાો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાક લગભગ નિષ્‍ફળ જવાના આરે આવી ચૂકયો છે અને ખેડૂતો પણ હવે વરસાદ માટે ખમૈયા કરી રહૃાા છે તો કયાંક નારાજ નિરાશ થઈ ગયા છે.

અમરેલી જિલ્‍લામાં અનરાધાર વરસતા ખેતરોમાં ભરાયા પાણી પરંતુ હવે જરૂર છે સારા સૂર્ય પ્રકાશની અને ખેડૂતોની ભાષામાં કહીએ તો સારી વરાપની જરૂર છે. હાલ ખેતરોમાં ઉભા પાકને વધુ પડતુ પાણી લાગી ગયું છે જેના કારણે કપાસના ફૂલ અને જીંડવા નીચે પડતા જાય છે. કપાસ ધીમે ધીમે પાણી લાગવાથી નીચેથી સુકાવા આવતો જાય છે. ત્‍યારે    મગફળીની પણ એ જ સ્‍થિતિ છે. આંખને ગમે તેવી ચોમેર મગફળી પુરબહારમાં ખીલી છે પરંતુ કયાંકને કયાંક વધુ વરસાદને કારણ પાણી લાગી જવાથી હવે મગફળી, કપાસ, તલ અને જુવાર આ તમામ પાકો નિષ્‍ફળ જવાના આરે છે. ત્‍યારે ખેડૂતોની સ્‍થિતિ તો જાય તો કહા જાયે જેવી થઈ ગઈ છે અને ખેડૂતોને મોઢે આવેલો    કોળીયો કદાચ છીનવાઈ જાય તો નવાઈ નહી.

ખેતરોમાં કરાયેલ કુલ વાવેતર અને પાકની સ્‍થિતિવિશે ચિતાર જાણવા માટે અમરેલી ખેતીવાડી અધિકારી સાથે વાતચીત કરી તો પાકની નિષ્‍ફળતા માટે હજુ પણ કોઈ ખેડૂતની જિલ્‍લામાંથી ફરિયાદ નથી  મળી અને ખેતીવાડી અધિકારીનું માનીએ તો હજુ કોઈ પાકને નુકસાન થાય તેવી સ્‍થિતિ સર્જાઈ નથી. જિલ્‍લામાં 4 લાખ હેકટરમાં કપાસનું વાવેતર છે જયારે સવાથી દોઢ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર છે અને અન્‍ય ત્રણ તેમજ કઠોળ અને લીલા ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્‍યું છે. કુલ સાડા પાંચ લાખ હેકટરમાં ખેડૂતોએ વાવેતર કર્યુ છે. ખેતીવાડી અધિકારી ખેતી પાકને નુકસાન નથી તેવું જણાવી રહૃાા છે. જો કે ખેડૂતો ખેતી પાકને નુકસાન થઈ રહૃાું હોવાની વાત જણાવી રહૃાા છે.

error: Content is protected !!