સમાચાર

આનંદો : જાફરાબાદનાં શિયાળબેટ ખાતે રાહત દરની અનાજની દુકાન શરૂ થશે

આઝાદીનાં 7ર વર્ષ બાદ સુવિધા મળશે

જાફરાબાદ,તા.13

તાલુકા નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાકાર સમિતિની બેઠક જાફરાબાદ મામલતદાર કચેરીમાં     મળેલ. આ બેઠકમાં જાફરાબાદ તાલુકાનાં શિયાળબેટ ગામે નવી વ્‍યાજબી ભાવની દુકાન ખોલવા માટે સરકાર તરફથી મંજુરી આપવામાં આવેલ છે. અત્રે નોંધવું જરૂરી છે કે આઝાદીનાં 7ર વર્ષો બાદ આ શિયાળબેટ ટાપુ ઉપર લોકોને જીવન જરૂરીયાતની વસ્‍તુઓ મળી રહે અને દરિયોપાર કરીને અનેક મુશ્‍કેલીઓ અને જીવનાં જોખમે જાફરાબાદ શહેરમાં આવવું પડતુ હતું. શિયાળબેટ ગામની વ્‍યાજબી ભાવની દુકાન માટે સરકારમાં અનેક વખત રજુઆતો થયેલ હતી. પરંતુ પ્રજાની આ પીડા અને સમસ્‍યાને કોઈ ઘ્‍યાન ઉપર લેતું નહિ, પરંતુ આ અંગે રાજુલા-જાફરાબાદ-ખાંભાનાં યુવા,  ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરે આ અંગે જયારે નગરપાલિકા રાજુલામાં ર00પમાં પ્રમુખ તરીકે હતા ત્‍યારે આ અંગે પણ રજુઆત કરેલી હતી. જે વર્તમાન સમયમાં આ પ્રજાની સમસ્‍યા બાબતે ધારા સભામાં જોરદાર રજુઆત કરી સરકારનું ઘ્‍યાન દોર્યુ હતું. તેમની અવિરત રજુઆત કારણે સરકારે હકારાત્‍મક વલણ અપનાવીને લોકોની સમસ્‍યા દુર કરવા માટે રેશનીંગનીદુકાન મંજુરી આપેલ. આપીશિયાળબેટની પ્રજામાં અનેરો ઉત્‍સાહ વ્‍યાપી ગયો છે. અને ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરને ઠેક-ઠેકથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ સભિતિમાં જાફરાબાદનાં મામલતદાર ચાવડા સાહેબ, તાલુકા પંચાયતનાં પ્રમુ કવાડ, ગ્રાહક સુરક્ષા પ્રમુખ બાલકૃષ્‍ણ સોલંકી, હોમગાર્ડ કમાન્‍ડર બારૈયા વગેરે ઉપસ્‍થિત રહેલ હતા. જે શિયાળબેટ ગામે રેશનીંગનું લાઈસન્‍સ ઈશ્‍યુ કરવા માટે અગ્રતા ક્રમ નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી.

error: Content is protected !!