સમાચાર

રાજુલા : હિંડોરણાનાં બિસ્‍માર માર્ગ પરથી પસાર થવું એટલે તોબા…તોબા..

રાજયમાં કેવા પ્રકારે વિકાસકાર્યો ચાલી રહૃાા છે તે જાણવું જરૂરી

હિંડોરણાનાં બિસ્‍માર માર્ગ પરથી પસાર થવું એટલે તોબા…તોબા…

નિયમ વિરૂઘ્‍ધ બાયપાસ કાઢતા જેમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને નાછુટકે આ પુલ પરથી પસાર થવું પડે છે

ઔદ્યોગિક વિકાસથી ધમધમતા વિસ્‍તારમાં માર્ગો અને પુલોની હાલત અતિ ભયજનક બની છે

રાજુલા, તા. 13

રાજુલામાંથી પસાર થતાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈ-વે પરના હિંડોરણા પુલ પર મસમોટા ગાબડા પડયા બાદ પુલની નાજુક સ્‍થિતિ જોતા તંત્ર દ્વારાબાજુમાંથી બાયપાસ ઘાતરવડી નદીમાંથી કાઢવામાં આવ્‍યો છે. પણ ભારે વરસાદ અને ડેમ છલકાવવાને કારણે બાયપાસ ધોવાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા છે.

રાજુલાના હિંડોરણા પુલ પરથી તંત્રનું બોર્ડ માર્યુ હોવા છતાં બેરોકટોક વાહનો પસાર થઈ રહયા છે. રાજુલા ઔદ્યોગિક ઝોન હોયને અનેક મસમોટી કંપનીઓ રાજુલા ગ્રામ્‍ય વિસ્‍તારમાં પથરાયેલી હોય ને હજારો વાહનો રાજુલાથી બહાર નીકળવાના એક માત્ર આ હિંડોરણા પુલ હોય તેના પરથી જ પસાર થાય છે. ત્‍યારે આ હિંડોરણા પુલ પરથી પસાર થતા વાહનોને કારણે આ પુલ જર્જરિત બન્‍યો છે ને અવાર-નવાર પુલ રપર પડી રહેલા ગાબડાઓને કારણે ધતારવડી નદી પર ઉભેલા પુલની બાજુમાંથી નદીમાંથી તંત્ર દ્વારા બાયપાસ રોડ કાઢયો છે. પણ આજે જે નવો કાચો બનાવેલો બાયપાસ રોડ પર ધાતરવડી નદીનાં પાણી ફરી વળતા બાયપાસ ધોવાઈ ગયો હતો ને ભારે વાહનો કે નાના વાહનો અટવાઈ ગયા હતા ને ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. હાલ બિસમાર પુલ પરથી ભારે અને નાના વાહનો ભયના માર્યા પસાર થઈ રહયા છે જે અંગે સ્‍થાનિકોમાં તંત્ર પ્રત્‍યે ભારોભર રોષ જોવા મળી  રહયો છે.

હિંડોરણા પુલ નજીકથી ડાયવર્ટ કરેલ બાયપાસ રોડ ડામરરોડ પાસ થયેલો પણ તંત્ર દ્વારા કાચો માર્ગ બનાવીને ભ્રષ્‍ટાચાર સરકારી બાબુઓ આદર્યો હોવાનો સ્‍થાનકીઆક્ષેપ કરી રહયા છે. ત્‍યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈ-વે પર તંત્રે બોર્ડ લગાવીને સંતોષ માની રહી છે ને હજારો વાહનચાલકોને પારાવર પરેશાની થઈ રહી છે. બાજુમાં નવો પુલ બનાવવાના બિંબ ઉભા થઈ ગયા છે. પણ જે ડાયવર્ટ કરેલ માર્ગ છે તે પણ હાલ બંધ થતાં ના છુટકે ભયના ઓથાર તળે વાહનો પ્રતિબંધિત પુલ પરથી પસાર થઈ રહયા હોય ત્‍યારે આ વિસ્‍તારના ધારાસભ્‍ય અંબરીશ ડેરે જણાવ્‍યું હતું કે, બ્રિજ વર્ષો જુનો છે ને તંત્રનું અનેકવાર ઘ્‍યાન દોરવા છતાં ઘ્‍યાન આપવામાં આવતું નથી કોઝવે તુટતા સરકારના જે પૈસા વાપરવા છતાં નબળી કવોલિટીનું કામ કરવામાં આવ્‍યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે સરકાર દ્વારા ટેકસ અને નિયમો કડક કરી રહી છે પણ પ્રજાના ભોગે તંત્રની અણઆવડતથી લોકો પરેશાન થાય તે યોગ્‍ય ન હોય ને સરકાર ઘટતું કરવાની માંગ ધારાસભ્‍યએ કરી હતી ત્‍યારે રાજુલાના પ્રાંત કલેકટર જણાવ્‍યું હતું કે પ વર્ષ જુનો પુલ છે ને નેશનલ હાઈ-વે ઓથોરીટીને જાણ કરી છે. અને હિંડોરણા પુલ અને બાજુના ડાયવર્ટ કરેલા બાયપાસ રોડ તુટવા અંગે કાર્યવાહી કરીને વાહનચાલોકને પડતી અગવડતા અંગે ત્‍વરિત નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.

error: Content is protected !!