સમાચાર

બાબરા નજીક આવેલ કાળુભાર જળાશય ઓવરફલો

કરીયાણા ગામે આવેલ કાળુભાર ડેમ ર0 ફુટની સપાટી પાર કરી થયો ઓવરફલો. ચાર વર્ષ બાદ ડેમ ભરાતા પાણીનો પ્રશ્‍ન થશે ગુમ તો અનેક ગામોને થશે સિંચાઈમાં મોટો લાભ. આ ડેમ ઓવરફલો થતા બાજુમાં આવેલ કીડી, ઈશ્‍વરીયા, ખાખરીયા અને દરેડ ગામને સિંચાઈમાં મોટો ફાયદો અને હજારો વિઘામાં શિયાળુ વાવેતર કરી ખેડૂતોને થશે મોટો લાભ. બાબરા પંથકના બે મોટા ડેમો ઓવરફલો થતા લોકો ખુશ થયા હતા. ત્‍યારે હજુ પણ નીલવળા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર વાળો ડેમ પણ થોડા દિવસોમાં ઓવરફલો થાય તેવું પણ જાણવા મળી રહયું છે.

error: Content is protected !!