સમાચાર

સાવરકુંડલામાં પૂ. ઉષામૈયાનાં સાંનીઘ્‍યમાં મહાઆરતી યોજાઈ

સદ્‌ભાવના ગૃપ છેલ્‍લા 1પ વર્ષથી સેવાકીય કાર્ય કરે છે અને એમ્‍બ્‍યુલન્‍સ સેવા, મોક્ષરથ સેવા, મેડિકલ સાધનો, બ્‍લડ હેલ્‍પલાઈન, અંતિમક્રિયા કીટ, ડેડબોડી ફ્રીઝર, ઓકિસજન કીટ, શબચોકી જેવી હેલ્‍પલાન ચલાવે છે. સાવરકુડલાના ભકતજનોએ આરતીની થાળી લાવીને મહાઆરતી ઉતારવાનો લાભ લીધેલ. આ મહાઆરતીમાં જે ભકતજનો આરતીની થાળી સાથે લાવ્‍યા હતા તેને કુપન આપીને તેનો ડ્રો કરવામાં આવ્‍યો હતો. ભાગ્‍યશાળીને પ.પૂ. ઉષામૈયાનાં વરદ હસ્‍તે એક સોનાનો સિકકો ભેટ આપવામાં આવ્‍યો હતો. આ ભાગ્‍યશાળી વિજેતા બ્રિન્‍દાબેન ગીરીશભાઈ રાયચા હતા જેમણે સોનાનો સિકકો શિવ દરબાર આશ્રમ કાનાતળાવ      ગૌશાળાને અર્પણ કરેલ. આ સાથે જ 900 કિલો લાડુનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ સાવરકુંડલાનાંમુખ્‍ય માર્ગો પર દાદાની સવારી નીકળી હતી. આ શોભાયાત્રામાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી તેમજ મુખ્‍યો માર્ગો પર દર્શનાથીઓએ ગણપતિ દાદાને ચોખાથી વધાવ્‍યા અને દર્શાનો લાભ લીધેલ.

error: Content is protected !!