સમાચાર

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો  

ચલાલામાં અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા તાજેતરમાં ર19મો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક આયુષ ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્‍લા પંચાયત અમરેલી તથા આયુર્વેદ દવાખાનું મોરંગી તથા સરકારી હોમિયોપેથીક દવાખાનુ જાળીયાના સંયુકત ઉપક્રમે યોજાનાર આ કેમ્‍પમાં નિષ્‍ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્‍પનો શુભારંભ મંગલ દીપના પ્રાગટયથી થયો હતો. આ પ્રસંગે સંસ્‍થાના વડા પૂ. રતિદાદા, વજેશંકરભાઈ, પધારેલ મહેમાનો તથા ડોકટરો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. રતિદાદાએ બધાને સારૂ થઈ જાય અને સારૂ થયા પછી બીજાનું ભલુ કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્‍યસન મુકત રહેવું, સત્‍યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું. આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાંઆવી હતી. જે પૈકી 3પ દર્દીઓને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ખાતે લઈ જઈ અને ફેકોમશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્‍યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો. સૌમિલભાઈ દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્‍યે પૂરી આપવામાં આવી હતી. આયુર્વેદિક કેમ્‍પમાં ડો. આરતીબેન રાઠોડ તથા હોમિયોપેથીક કેમ્‍પમાં ડો. પિયુષભાઈ ત્રિવેદી તથા ડો. ઉર્વીબેન દ્વારા બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મેહુલભાઈ, મંજુબા તથા શીતલબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. તા.16/ર/ર0ના રોજ યોજાનાર પ1 સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું નોંધણીકાર્ય શરૂ છે તો લાભ લેવા અનુરોધ કરાયો છે.

error: Content is protected !!