સમાચાર

વડીયા તાલુકાનાં બરવાળા બાવળ ગામ પાસે બેઠા પુલ ઉપર કાર ફસાઈ ગઈ

વડીયા, તા. 11

વડીયા આસપાસમાં ભારે વરસાદનાં કારણે આજુબાજુનાં ગામડાઓમાં વોકળાઓમાં ધસમસતા પાણી વહી રહૃાા છે. અને અનેક ગામડાઓમાં બેઠા પુલ ધોવાઈ ગયા છે અથવા ખાડા પડી ગયા છે. આવી જ રીતે વડીયા નજીક આવેલ બરવાળા બાવળ ગામ પાસે આવેલ બેઠી ધાબી પરથી નાની સાણથલીનાં દરબાર પૂંજાવાળા બાપુ પોતાની કાર લઈને પસાર થઈ રહૃાા હતાત્‍યારે ધાબી પર પાણીનો પ્રવાહ વધી જતાં કાર તણાઈ જવા લાગી હતી. પરંતુ ગ્રામજનોની સમય સુચકતાથી તાત્‍કાલીક ટ્રેકટર લાવી નદીના પાણીમાં જઈ આ કારને દોરડુ બાંધી બહાર કાઢી હતી.

ઉલ્‍લેખનીય છે કે ગત વર્ષમાં આજ જગ્‍યા પરથી એક યુવાન બાઈક સાથે ગરક થઈ જતાં તેનું અપમૃત્‍યુ થયું હતું.

error: Content is protected !!