સમાચાર

શહેરનાં રાજમાર્ગો પર મસમોટા ગાબડાઓથી શહેરીજનો ત્રાહીમામ મેઘરાજાએ પાલિકાનાં શાસકોની પોલ ખોલી

શહેરનાં રાજમાર્ગો પર મસમોટા ગાબડાઓથી શહેરીજનો ત્રાહીમામ

મેઘરાજાએ પાલિકાનાં શાસકોની પોલ ખોલી

બિસ્‍માર માર્ગો, રખડતા પશુઓનો અડિંગો, બંધ સ્‍ટ્રીટલાઈટ અને જયાં-ત્‍યાં પાણીનો ભરાવો થઈ રહૃાો છે

શહેરમાં ગંદકી અને પાણીભરાવાનાં કારણે મચ્‍છરનાં ઉપદ્રવથી રોગચાળાનો માહોલ

અમરેલી, તા. 10

અમરેલી શહેરમાં એકાદ મહિનાથી સતત પડતા વરસાદથી પાલિકાનાં શાસકોની પોલ ખુલી ગઈ છે અને વિકાસની વાતોનું સુરસુરિયુ થઈ ગયું છે. અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શહેરની વિકરાળ સમસ્‍યા સામે સુનમુન બની ગયા હોય તેવું જોવા મળી રહૃાું છે.

શહેરમાં આજથી 100 દિવસ પહેલાં લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગો બનાવવામાં આવેલ અને માર્ગનું કામ  નબળુ બનતું હોવાની ફરિયાદ પણ પાલિકાનાં ઈજનેર સુધી કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં પરિણામ હવે સામે દેખાઈ   રહૃાું છે.

જનતા જનાર્દનનાં પરસેવાનાં લાખો રૂપિયા લૂંટાઈ ગયા હોય કોઈપણની જવાબદારી પણ નકકી કરવામાં આવતી નથી. જનતાનાં પરસેવાનાં પૈસાથી બનેલ માર્ગો ધોવાઈ ગયા અને પરેશાની પણ જનતાને ભોગવવી પડે છે.

શહેરનાં લગભગ તમામ રાજમાર્ગો એટલી હદે ભયજનક બની ગયા છે કે, વાહન ચલાવવાનું દુર રહૃાું પગપાળા પણ ચાલવું મુશ્‍કેલ બન્‍યું છે. જયાં ઉચ્‍ચ અધિકારીઓની કચેરી આવેલી છે તેવા રાજમહેલનાં પટાંગણમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી મચ્‍છરનો ઉપદ્રવ વઘ્‍યો છે.

શહેરમાં બિસ્‍માર માર્ગો, ઠેકઠેકાણે વરસાદી પાણીનો ભરાવો, રખડતા પશુઓ, બંધ સ્‍ટ્રીટલાઈટનાં દ્રશ્‍યો જોવા મળીરહૃાા છે. પાલિકાનાં શાસકોને પણ ખબર પડતી નથી કે શહેરને કેવી રીતે પુર્વવત કરવું.

ઘણા મહિનાઓથી અધિકારીઓ અને પદાધિકારીઓ ઘ્‍વારા ગવાતા વિકાસનાં ગીતોનું ગુંજન હવે બં થઈ ગયું છે. કારણ કે કયાંય વિકાસ થતો ન હતો માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થતો હતો અને મેઘરાજાએ વિકાસનાં દાવાઓની પોલ ખોલીને શાસકોની હાલત કફોડી બનાવી દીધી છે.

error: Content is protected !!