સમાચાર

અમરેલી જિલ્‍લામાં મુસ્‍લિમબિરાદરો દ્વારા મહોરમની ઉજવણી

ઈમામ હુસેન તથા કરબલાના શહીદોની યાદમાં દેશભરમાં મુસ્‍લિમ સમાજ દ્વારા તાજિયાની શોકમય રીતે ઉજવણી કરવામાં આવે છે. ધર્મ અને સત્‍ય માટે ઈમામ હુસેન જે મહોમ્‍મદ પેયગમ્‍બર સાહેબના નવાસા એટલે કે દીકરીના દીકરા હતા જેઓ એ સત્‍ય અને ઈસ્‍લામ ધર્મ કાજ કરબલાના મેદાનમાં પોતાના અને પોતાના કુટુંબીઓની કુરબાની આપી અને લડત લડતા શહીદ થયા. જેમની યાદમાં દેશભરમાં ગમગીન પૂર્ણ આ મહોરમનો તહેવાર મનાવવામાં આવે છે. જે સાથે સાથે આશુરાનો આજે પવિત્ર દિવસ છે. જેથી આશુરા અને મહોરમની શોકમય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્‍યારે સાવરકુંડલા તેમજ અમરેલી જિલ્‍લાભરમાં તાજિયાની સવારી નીકળી હતી. જેમાં સાવરકુંડલા, ડેડાણ, બગસરા, અમરેલી, રાજુલા સહિત જિલ્‍લાના તમામ ગામોમાં કોમી એકતા પૂર્ણ રીતે આ તહેવાર ઉજવાયો હતો. જેમાં અમરેલી જિલ્‍લા વહીવટી તંત્રનો પૂરો સાથ અને સહકાર મળવા પામ્‍યો છે. સાવરકુંડલામાં ખાસ કરી કોમી એકતા જુવા મળી હતી. અહીં મુસ્‍લિમ સમાજના શોકમય પ્રસંગમાં સંધિજમાતના પ્રમુખ અજિતભાઈ જોખીયાના આમંત્રણને માન આપી સાંજની મિજલસમાં નાગરિક બેન્‍કના ડિરેકટર ગોવિંદભાઈ પરમાર, કોળી સમાજના પ્રમુખ બટુકભાઈ ઉનાવા, ભરતભાઈ માનસેતા, સંદીપ ભટ્ટ, કનુભાઈ ગેડીયા,અશોકભાઈ સંઘવી, રાજુભાઈ દોશી ઉપસ્‍થિત રહયા હતા. ત્‍યારે કાર્યક્રમને સફળ બનાવવા કાળુભાઈ, ફોરમેન મહમદભાઈ જાખરા, ઉંમરભાઈ ભટ્ટી, બાબલાભાઈ ભટ્ટી, અલીભાઈ દુધવાળા, ઓસુભાઈ જાખરા, બચુભાઈ જીરૂકા સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતાનું સંધિ સમાજના ઉપપ્રમુખ યુનુસભાઈ જાખરાએ જણાવ્‍યું હતું.

error: Content is protected !!