સમાચાર

રાજુલામાં મહોરમપર્વની કોમી એકતાની મિશાલ સાથે ઉજવણી

રાજુલામાં જળવાતી કોચી એકતાની મિસાલ ભારતભરમાં પ્રસરે, મુસ્‍લિમ ધર્મ ગુરૂઓ, મહોરમ નિમિતે પ્રતિ વર્ષે હુસૈની ચોક સલાટવાડા ખાતે રાજુલા કોમી એકતા સમિતી દ્વારા સર્વ ધર્મી સ્‍નેહ મિલન સમારોહ અને મુસ્‍લિમ સમાજના અસ્‍તીત્‍વ ટકાવી રાખવા હિંસકવૃતિ ધરાવતા નાપાકો સાથેના યુઘ્‍ધમાં એક અઢી વર્ષના બાળકોસાથે શહિદી વ્‍હોરનાર ઈમામ હુસેન સાહેબને શ્રઘ્‍ધાંજલિ અર્પવા માટે સર્વધર્મી સર્વપક્ષિય આગેવાનોની ઉપસ્‍થિતીમાં સ્‍નેહ મિલન કમ શ્રઘ્‍ધાંજલિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં શહેર અને તાલુકાભરમાંથી મોટી સંખ્‍યામાં હિન્‍દુ – મુસ્‍લિમ સમાજના આગેવાનો ગ્રામ્‍યજનો ઉપસ્‍થિત રહયા હતા. ઉપસ્‍થિત જનમેદનીને સંબોધન કરતા મુસ્‍લિમ ધર્મ ગુરૂઓએ કરબલા ખાતે બનેલી ઘટનાનું વિસ્‍તૃત વર્ણન કરી શહિદ વ્‍હોરનાર ઈમાનહુસેન સાહેબને શ્રઘ્‍ધાંજીલ અર્પીત કરતા કહયું હતું કે અમે ખોટુ મોહરમ પ્રસંગેઆવ્‍યા છીએ. દેશ અને વિદેશના સિમાડાઓ સુધી અમે ફરી વળ્‍યા છીએ. પણ રાજુલામાં જે કોમી એકતાનો સંદેશ સમગ્ર ભારતભરમાં પ્રસરે તે ઈચ્‍છનિયત છે. આ તકે હિન્‍દુસમાજના આગેવાનોસર્વ બાબુભાઈ જાળોધરા, બકુલભાઈ વોરા, સંજયભાઈ ધાખડા, મહેન્‍દ્રભાઈ ધાખડા કિશોરભાઈ ધાખડા, વન રાજભાઈ વરૂ સહિતના આગેવાનોએ રાજુલાની કોમી એકતાને બિરદાવીને બન્‍ને સમાજને બિરદાવીને શહિદી વ્‍હોરનારા ઈમાન હુસેન સાહેબ હૃદયાજંલિ અર્પી હતી. રાજુલાના ઈન્‍ચાર્જ પી.આઈ.ડોડીયા મેડમે પણ અહિંના કોમી ભાઈચારાને આવકારી આમા કોઈ હસ્‍તક્ષેપ કરે તો ઘ્‍યાન દોરવા સુચન કર્યુ હતું. રાજુલા મુસ્‍લિમ સમાજે આ વખતે મહોરમ પ્રસંગમાં જાહેરમાર્ગો ઉપર લોહિ વહેડાવવાના બદલે રકતદાન કેમ્‍પ યોજીને જરૂરીયાત મંદ દર્દી સુધી લોહી પહોંચાડવાના કાર્યને ભાગવતાચાર્ય પૂ.ભાઈ કેન્‍દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા, સહકારીક્ષેત્રના માધાતા દિલીપભાઈ સંઘાણીએ બિરદાવી મુસ્‍લિમ સમાજને અભિનંદન પાઠવ્‍યા હતા. તે બદલ રાજુલા મુસ્‍લિમ સમાજના અગ્રણી એડવોકેટ રાજુભાઈ જોખિયાએ આભાર વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે રાજુલા મુસ્‍લિમ સમાજ માટે મહોરમમાં માતમ કરવા માટે રાજુલાના બે ચોક મહત્‍વના છે. એક હુસૈની ચોક અને બીજો મોચી ચોક હુસૈની ચોકમાં વસ્‍તા મુસ્‍લિમ બિરાદરોએ ગત વર્ષે એવો નિર્ણયકર્યો હતો. કે આવતા વર્ષ અહિ તાજીયાના જુલુસમાં ઢોલ, નગારા, શરણાઈ નહિ વગાડીએ એટલે આજે આ ચોકમાં ઢોલ નીહ ઢબુકે બલ્‍કે પ્રાર્થનાઓ થશે, રાજુલા જોખિયાએ માતમ માટેના બીજા મહત્‍વપુર્ણ ચોક મોચીચોકની વાત કરતા કહયું હતું કે ત્‍યાં જે જગાએ તાજીયા બેસે છે. અને માલમ થાય છે. ત્‍યાં આગળ હિન્‍દુમોચી સમાજની મહિલાનું આગલા દિવસે મૃત્‍યું નિપજેલ હોય ત્‍યાં ઢોલ, નગારા, શરણાઈ કે માતમ નહિ થાય આજે તાજીયા જયારે તે સ્‍થળેથી પસાર થયા ત્‍યારે મૃતકના ઘરથી 100 મીટર આગળથી જ ઢોલ, નગારા, શરણાઈના સુર વગાડવાના બંધ કરી દેવાયા હતા. અને મૃતક પરિવારને આવી મર્યાદા જાળવીને શ્રઘ્‍ધાંજલિ અર્પી હતી. આ શ્રઘ્‍ધાંજલિ સમારોહમાં મુસ્‍લિમ સમાજના આગેવાનો સુર એવો રહયો હતો. કે આવતા વર્ષ રાજુલા શહેરમાં તાજીયાના જુલુસ જે જે માર્ગો ઉપરથી પસાર થાય છે. ત્‍યાં ઢોલ નગરા કે શરણાઈ ન વગાડયા તે માટે અમે આજથી જ સક્રિય રહેશું. રાજુલા ખાતે ગઈ રાત્રે અને આજે મહોરમપર્વ શાંતિમય અને ભારાચારા અને વરસાદના માહોલ વચ્‍ચે શાંતિમય વાતાવરણમાં પુર્ણ થયું હતું. રાજુલાના મહિલા પોલીસ ઈન્‍સપેકટર ડોડીયાએ સખ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો.

error: Content is protected !!