સમાચાર

બાબરામાં સમસ્‍ત સુની મુસ્‍લિમ સમાજદ્વારા મહોરમનાં પર્વની ઉજવણી

યા હુસેનની સાથે તાજિયા પડમાં આવ્‍યા ભવ્‍ય ઝુલુસ નીકળ્‍યું

બાબરામાં સમસ્‍ત સુની મુસ્‍લિમ સમાજદ્વારા મહોરમનાં પર્વની ઉજવણી

બાબરા, તા.10

બાબરામાં સમસ્‍ત સુની મુસ્‍લિમ સમાજ દ્વારા માતમના પર્વ મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. યા હુસેનની યાદમાં તાજિયા પડમાં આવ્‍યા હતા અને ભવ્‍ય ઝુલુસ નીકળ્‍યું હતું. જેમાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજના લોકો અને આગેવાનો જોડાયા હતા અને કોમી એકતાનું એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

બાબરામાં તાજિયાનું ઝુલુસ ગરિયાળા ચોકથી બજાર, નાના બસ સ્‍ટેન્‍ડ, જીવનપરા, તકીયા, મોટા બસસ્‍ટેન્‍ડ સહિતના વિસ્‍તારોમાં ફર્યા હતા અને લોકોએ તાજિયાના દર્શન કરી થંભી પણ આપી હતી.

બાબરા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા વર્ષોથી પોતાના નિવાસસ્‍થાને તાજિયાની પધરામણી કરાવે છે અને તમામ મુસ્‍લિમ બિરાદરોને ન્‍યાજ કરાવી મુસ્‍લિમ સમાજના આગેવાનોનું સન્‍માન કરે છે. તેમજ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા પોતાના પરિવાર સાથે તાજિયાએ થંભી આપી ચોકયો પણ લે છે. પોતાના પરિવારની વર્ષોથી આ પરંપરા આ વર્ષે પણ દોહરાવી હતી. જેમાં બપોરે તમામ તાજિયા યા હુસેન અને અલ્‍લાહ અકબરના નારા સાથે વનરાજભાઈ     વાળાના નિવાસસ્‍થાને આવી પહોંચ્‍યા હતા. અહીં તાજિયાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમજ તમામ મુસ્‍લિમ ભાઈઓને ન્‍યાજ કરાવી સ્‍થાનિક મુસ્‍લિમ સમાજના અગ્રણીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.બાબરામાં દર વર્ષે મોહરમના પર્વ પર વનરાજભાઈ વાડિયાભાઈ વાળા પરિવાર દ્વારા તાજિયાના ઝુલુસનું સ્‍વાગત અને સન્‍માન તેમજ ન્‍યાજનું આયોજન કરી કોમી એકતાનું ઉતમ ઉદાહરણ સમાજમાં પુરૂ પાડે છે. બાબરા સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ સમાજ અને અલગ અલગ તાજિયા કમિટી દ્વારા દસથી વધુ જેટલા કલાત્‍મક તાજિયા બનાવ્‍યા હતા. જેના દર્શનનો લાભ શહેરની જનતા દ્વારા લેવામાં આવ્‍યો હતો.

 

error: Content is protected !!