સમાચાર

સાવરકુંડલામાં બાઈકચોરી કરનાર આરોપીને દબોચી લેવામાં આવ્‍યો

વધુ તપાસ સ્‍થાનિક પોલીસે શરૂ કરી

અમરેલી, તા.10

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જિલ્‍લામાં મિલ્‍કત સંબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને અમરેલી જિલ્‍લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલા ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદામાલ રીકવર કરી તેના મૂળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્‍નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્‍હાઓના ભેદ ઉકેલવા ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો. ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી મેળવી સાવરકુંડલા મણિનગર વિસ્‍તારમાંથી ચોરીના મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવેલ છે.

ગુન્‍હાની વિગત :સાવરકુંડલા શહેરના હાર્દ સમા રિઘ્‍ધિ સિઘ્‍ધિ ચોકમાં નાગરિક સહકારી બેંક સામે રોડ ઉપર પાર્કીંગમાંથી સાવરકુંડલાના વેપારી મયુરભાઈ ઉર્ફે મહેશભાઈ નંદકિશોરભાઈ સાવકાનું હીરો હોન્‍ડા સીડી ડીલકસ મોટર સાયકલ નં. જી.જે. 14 એન. 1776 કિંમત રૂા. 1પ,000નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયેલ અને આ ચોર ઈસમ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયેલ જેનો વિડીયો પણ સોશ્‍યલ મીડિયામાં વાઈરલ થયેલ હતો. આ અંગે સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 6પ/ર019 ઈ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

પકડાયેલ આરોપી : સાગર ઉર્ફે હાંડી જેન્‍તીભાઈ પરમાર (ઉ.વ.ર7) ધંધો : મજૂરી, રહે. સાવરકુંડલા, ગોંદરા ચોક વાળાને ચોરીના મોટર સાયકલ હીરો હોન્‍ડા સીડી ડીલકસ રજી. નં. 14 એન. 1776 કિંમત રૂા. 1પ,000 સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટે.માં સોંપી આપેલ છે.

error: Content is protected !!