સમાચાર

અમરેલી જિલ્‍લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર

જિલ્‍લાનાં મોટાભાગની નદીઓ અને જળાશયોમાં નવાનીરની આવક

અમરેલી જિલ્‍લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર

ખાંભા, રાજુલા, ધારી, જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા, અમરેલી સહિત ઠેકઠેકાણે ભારે વરસાદ

રાયડી, ધાતરવડી-1, ધાતરવડી-ર જળાશયો ઓવરફલો થવાની નજીક

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લામાં આજે અમરેલી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, બગસરા સહિતનાં વિસ્‍તારોમાં અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. તો રાયડી, ધાતરવડી-1, ધાતરવડી-ર જળાશયો ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્‍તારોને સાવચેત કરવામાં આવ્‍યા હતા.

અમરેલી જિલ્‍લાની સુકી ધરા પર મેઘરાજા ઓળઘોળ થયા છે અને એકથી દોઢ મહિનાથી સતત મેઘાંડબર વચ્‍ચે ભારે વરસાદ પડી રહૃાો હોય નદીઓ ગાંડીતુર બની છે. તો લગભગ તમામ ચેકડેમો છલોછલ થઈ ગયા છે.

રાજુલા નજીક આવેલ ધારતરવડી-1 અનેધાતરવડી-ર ઓવરફલો જવામાં હોય મામલતદારે ધારેશ્‍વર, ભેરાઈ, રામપરા, ખાખબાઈ, હિંડોરણા, કોવાયા સહિતનાં ગામજનોને નદીનાં પટ્ટમાં અવર-જવર ન કરવા અનુરોધ              કરેલ છે.

ખાંભાનાં રાયડી જળાશય ઓવરફલો થતાં 3 દરવાજા ખોલવામાં આવ્‍યા છે. મોટા બારમણ, નાના બારમણ, ડેડાણ, ત્રાકુડા, ચૌત્રા, ભુંડણી સહિતનાં અનેક ગામોમાં ભારે વરસાદ પડે છે.

અમરેલી શહેરમાં પણ દોઢથી બે ઈંચ વરસાદ પડેલ છે. સાવરકુંડલા, બગસરામાં પણ વ્‍યાપક વરસાદ પડેલ છે તો ગીરકાંઠાનાં ધારી પંથકમાં પણ વરસાદની અછત દુર થઈ છે.

લાઠી તાલુકાના મુળીયાપાટ સહિત દામનગરમાં કાચા મકાનોની દીવાલો ધરાશય ગઈકાલે નવી મુળીયાપાટમાં સાંજના જોરદાર ર ઈંચ વરસાદ પડતા રાત્રીના 10 કલાકે જીણાભાઈ શંભુભાઈ બુધેલીયા (ઉ.વ.6પ)ના રહેણાંક કાચા મકાનની દીવાલ સાથે ખડકી પણ ધરાશયી થઈ અને આજે 1ર વાગ્‍યે ઢોરના ફરજાની દીવાલ ધરાશયી થઈ. માલીક અને         ઢોરનો આબાદ બચાવ થયો.               મુળીયાપાટના જીણાભાઈ બુધેલીયાના મકાન અને દીવાલ અને બાદમાં ઢોરનો ફરજો ધરાશય અને દામનગર શહેરના સીતારામનગરમાં ચુડાસમા મુસાભાઈના મકાનની દીવાલ રાત્રીએ બાળકો સહિત પરિવાર સૂતા હતા ત્‍યારે દીવાલ ધરાશયી થઈ. સદનસીબે કોઈને ઈજા થયેલ નથી. પંદરદિવસથી સતત એક રાઉન્‍ડ વરસાદ વરસવાથી કાચા મકાનોની દીવાલો ધરાશયી થવાના અનેક બનાવો બનવા પામેલ છે. ઘણી જગ્‍યાએ કાચા મકાનોની દીવાલો નમી જવા અને તિરાડો પડી જવાના કિસ્‍સાઓ બન્‍યા છે.

error: Content is protected !!