સમાચાર

સાવરકુંડલા ખાતે લોહાણા મહાજન દ્વારા તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારંભ યોજાયો

સાવરકુંડલા લોહાણા મહાજન ઘ્‍વારા તા. 8/9/19ને રવિવારનાં રોજ લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિનાં તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. વિદ્યાર્થી સન્‍માન સમારોહનાં અઘ્‍યક્ષ સ્‍થાને માજી સાંસદ મુરબ્‍બી નવિનચંદ્રભાઈ રવાણી હતા. જલારામ મંદિરનાં પૂજયશ્રી રમુદાદા આશિર્વાદ આપવા પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત અઘ્‍યક્ષ રવાણીભાઈ, જાણીતા સેવાભાવી ડોકટર જે.બી. વડેરા, રમુદાદા અને બહારગામથી પધારેલા મહેમાનોના હસ્‍તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. બાદમાં મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બાદમાં ઉપસ્‍થિત વિદ્યાર્થીઓને સંબોધતા ડો. વડેરાએ સીખ આપી હતી કે જીવનમાં ઉચ્‍ચ સિધિધ પ્રાપ્‍ત કરો સાથે વિનય અને વિવેકી બની રહો. વિનય અને વિવેકથી સમાજમાં આગવી છાપ પડે છે. સમારંભના અઘ્‍યક્ષ રવાણીભાઈએ ઉપસ્‍થિતોને જણાવ્‍યું કે, તમારા જે આદર્શ હોય તેના વિચારોને જીવનમાં અનુસરવા અપીલ કરી હતી. મહાજનનાં પ્રમુખ જગદીશભાઈમાધવાણીએ પ્રાસંગીક પ્રવચન આપ્‍યું હતું. બાદમાં મોટી સંખ્‍યામાં હાજર રહેલા જ્ઞાતિના ભાઈ-બહેનોની ઉપસ્‍થિતિમાં જ્ઞાતિના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનવાનો કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં ધોરણ એકથી ડીગ્રી સુધી અને વિશેષ સિધિધ પ્રાપ્‍ત કરેલા તેજસ્‍વી વિદ્યાર્થીઓને આકર્ષક શિલ્‍ડ અને ગીફટ તથા સર્ટીફીકેટ આપી સન્‍માનવામાં આવ્‍યા હતા તો હાજર રહેલા અન્‍ય તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પણ પ્રોત્‍સાહક ઈનામ આપવામાં આવ્‍યા હતા. પારિવારીક માહોલ અને ઉત્‍સાહભર્યા વાતાવરણમાં યોજાયેલ સન્‍માન સમારંભમાં મોટી સંખ્‍યામાં જ્ઞાતિજનો હાજર રહૃાા હતા અને તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. કાર્યક્રમ બાદ લોહાણા મહાજન ટ્રસ્‍ટ ઘ્‍વારા ઉપસ્‍થિત જ્ઞાતિજનો માટે સ્‍વરૂચી ભોજન યોજવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે લોહાણા મહાજનની સમગ્ર ટીમનાં સહયોગ અને માર્ગદશન નીચે સંસ્‍થાનાં મંત્રી હાર્દિકભાઈ ખીમાણીએ સખત મહેનત ઉઠાવી હતી.

error: Content is protected !!