સમાચાર

સાવરકુંડલા-લીલીયા મોટા અને દામનગર ખાતે યાત્રીઓ માટે કવરશેડ બેઠકનું લોકાર્પણ કરતા સાંસદ

સાવરકુંડલા, મોટા લીલીયા અને દામનગર ખાતે રેલ્‍વે સ્‍ટેશન ઉપર મુસાફરોની સુવિદ્યા વધારવા માટે રેલ્‍વે તરફથી કવરશેડ બનાવવામાં આવેલ છે. આ શેડનું લોકાર્પણ સાંસદ નારણભાઈ કાછડીયાના વરદ હસતે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે ભાવનગર ડિવિઝનના ડી.આર.એમ.એ તેમજ રેલ્‍વેના અન્‍ય અધિકારીઓ હાજર રહયા હતા. સાવરકુંડલા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મનજીભાઈ તળાવીયા, વા.ચેરમેન માર્કેટયાર્ડ તેમજ જીવનભાઈ વેકરીયા, પુનાભાઈ ગજેરા, ઘનશ્‍યામભાઈ ડોબરીયા, દુલાભાઈ જયાણી, કેશુભાઈ વાઘેલા, મહેશભાઈ સુદાણી, ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ કોટીલા,પ્રવિણભાઈ સાવજ, હેમાંગભાઈ ગઢીયા, જસુભાઈ ખુમાણ, કીશોરભાઈ બુહા, અતુલભાઈ બોરાળા, જયસુખભાઈ સાવલીયા, પોપટભાઈ તળાવીયા, નનકાભાઈ મૈસુરીયા, ભનુભાઈ ચોવટીયા, ચિરાગભાઈ હીરપરા, હરીભાઈ સગર, ચંદ્રકાન્‍ત ભરખડા, મુસ્‍તાકભાઈ જાદવ, મંજુલાબેન ચિત્રોડા, જયોત્‍સનાબેન અગ્રાવત, આશાબેન ગોસાઈ, તેમજ યાર્ડના આ.સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદી, સતીષ મહેતા યોગેશ રાઠોડ, વિગેરે સહીત પ00 થી વધારે જનસંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે રેલ્‍વેના લગતા પ્રશ્‍નો માટે લોકદરબાર પણ યોજવામાં આવ્‍યો હતો. જેમાં સાવરકુંડલાને 109 વર્ષ પહેલા રેલ્‍વે સુવિદ્યા મળી હતી. પરંતુ બ્રોડગેજમાં રૂપાંતર બાદ પેશેન્‍જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી ન હતી. જે ફકત ગુડઝ ટ્રેન ચલાવવામાં આવતી હતી. જે સમયાંતરે રેલ્‍વે સામે આંદોલનો થવાથી રેલ્‍વે દ્વારા ક્રમશઃ ભાવનગર, મહુવા, ધોળા, મહુવા રૂટની ડેઈલી પેસેન્‍જર ટ્રેન શરૂ કરી હતી. ત્‍યારબાદ સુરત-મહુવા અને બાંદ્રા-મહુવા સાપ્‍તાહીક ટે્રનો શરૂ કરવામાં આવી છે. પરંતુ અમરેલી જિલ્‍લાને બ્રોડગેઝ રેલ્‍વેનો લાભ મળતો નથી. ભાવનગર જિલ્‍લાના જેસર, ગારીયાધાર, મહુવા તાલુકાના અને અમરેલી જિલ્‍લાના તમામ તાલુકામાંથી આ વિસ્‍તારના અંદાજે 10 લાખ લોકો અમદાવાદ આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, વાપી, વલસાડ, મુંબઈવિગેરે શહેરોમાં વસવાટ કરે છે. જેઓ સામાજીક પ્રસંગો તેમજ અન્‍ય કારણોસર આ જિલ્‍લામાં આવે છે. તેમજ આ જિલ્‍લાના માણસો ઉપરોકત શહેરોમાં જાય છે. જેથી ઉપરોકત શહેરોમાં જવા-આવવા માટે મહુવા-બાંદ્રા તેમજ મહુવા-સુરત ટ્રેનને ડેઈલી કરવા પણ માંગ કરવામાં આવી છે. તેમજ સાવરકુંડલા તાલુકાના 84 ગામોમાંથી 74 ગામ એવા છે કે જે ગામોના માણસો રેલ્‍વે ફાટક બંધ હોવાથી શહેરમાં દાખલ થવા લાંબો સમય રાહ જોવી પડે છે. કારણ કે દર 4પ મીનીટે રેલ્‍વે ફાટક બંધ થાય છે. સાવરકુંડલા શહેરમાં પ્રવેશવા માટે પાંચ ફાટક આવેલા છે. તેમજ શહેરના પુર્વ ભાગમાં એ.પી.એમ.સી. ખાદીકાર્યાલય, પી.જી.વી.સી.એલ. આરોગ્‍ય હોસ્‍પિટલ, વિદ્યાર્થી હોસ્‍ટેલ તેમજ શહેરની પ0 હજારની વસ્‍તી પુર્વ ભાગમાં રહે છે. જેને રેલ્‍વે ફાટક બંધ હોવાથી ખુબ મુશ્‍કેલી ભોગવવી પડે છે. ફાટક બંધ હોવાથી ત્રણ કી.મી.નો રસ્‍તો બંધ થઈ જાય છે. જેના નિરાકરણ માટે જેસર રોડથી રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે બે રેલ્‍વે ગરનાળા આવેલા છે. તેને પહોળા કરવામાં આવે અને ઉંડા કરવામાં આવે તેમજ આ ગરનાળામાં પાણી ભરાવાથી ગંદકી હોવાથી લોકો અવર-જવર કરી શકતા નથી. તેને વ્‍યવસ્‍થિત રીપેરીંગ કરી વાહનોને ચાલવા લાયક બનાવવા માટે સાંસદ તેમજ રેલ્‍વેના ડી.આર.એમ. સમક્ષ ધારદાર રજુઆતકરવામાં આવી હતી. આ ઉપરાંત સાવરકુંડલા એ.પી. એમ.સી.ચેરમેન દિપકભાઈ માલાણી દ્વારા ભાવનગર જવા માટે સવારે મહુવા-ભાવનગર તેમજ આવવા માટે બપોર બાદ ભાવનગર-મહુવા ટ્રેનનું શીડયુલ ફાળવવા રજુઆત થઈ હતી. અને આ જિલ્‍લામાં રેલ્‍વે રેક પોઈન્‍ટ ન હોવાથી એકમાત્ર લીલીયા મોટા માત્ર નામનું રેકપોઈન્‍ટ હોવાથી રા. ખાતર તેમજ સિમેન્‍ટ વિ. ગુડઝ ત્‍યાં સુવિદ્યાના અભાવે ચોમાસા દરમ્‍યાન ઉતરી શકતું ન હોવાથી લીલીયા મોટા રેક પોઈન્‍ટને ઈન્‍ફાસ્‍ટ્રકચરલ સુવિદ્યા યુકત અને બારમાસી રેકપોઈન્‍ટ બનાવવા રજુઆત કરી હતી. તેમજ અન્‍ય લોકપ્રશ્‍નોમાં એ.પી.એમ.સી.થી જેરસરોડ સુધી પાકો રસ્‍તો બનાવવા માટે રેલ્‍વે વિભાગ મંજુરી આપે તેવી માંગણી કરી હતી. ઉપરાંત પુર્વ નગરપાલીકા પ્રમુખ દુલાભાઈ જયાણી તરફથી રેલ્‍વેની ખાલી જમીનમાં વૃક્ષા રોપણ કરવા માટે માંગણી કરતા રેલ્‍વે તરફથી પડતર જમીનમાં વૃક્ષો રોપવાની મૌખીક મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત નાના – મોટા 100 જેટલા પ્રશ્‍નોની રજુઆત કરવામાં આવી હતી. જે અંગે રેલ્‍વે અધિકારી તેમજ નારણભાઈ કાછડીયા તરફથી નિરાકરણ કરવા માટે ખાત્રી આપવામાં આવી હતી. તેમજ મુંબઈ ટ્રેનને દૈનીક કરવા માટે જિલ્‍લાના લોકો સહીત ગુજરાતના આઠ સાંસદઓએ રેલ્‍વે વિભાગમાં રજુઆત કરેલી છે. અને સાંસદનારણભાઈ કાછડીયાએ રેલ્‍વે મંત્રી અને રેલ્‍વે બોર્ડમાં વારંવાર રજુઆત કરેલ છે. છતાં રેલ્‍વે તંત્ર તરફથી લોકોની માંગ સ્‍વીકારવામાં આવતી નથી. જે અંગે આગામી સમયમાં યોગ્‍ય નિર્ણય કરવા જણાવ્‍યું હતું.

error: Content is protected !!