સમાચાર

સાવરકુંડલામાં ભાજપનાં કદાવર નેતાઓએ નાવલી નદીનાં પટ્ટમાં જમાવટ કરી  

ચૂંટણી સમયે ચાય પે ચર્ચા કે ગામડાઓમાં ખાટલા પરિષદ યોજીને દેખાવો કરતા રાજકીય નેતાઓ ચૂંટાઈ ગયા બાદ ગોત્‍યા હાથ આવતા નથી પણ ચૂંટણીનો સમય ન હોવા છતાં પ્રજાના દિલમાં રહેવા ટેવાયેલા ભાજપના નેતાઓની વાત જ આખી અનોખી છે. અમરેલી જિલ્‍લામાં ભાજપના પાયાના પથ્‍થર ગણાતા પુરૂષોતમ રૂપાલા, સહકારી નેતા દિલીપ સંઘાણી અને સાંસદ કાછડીયાની ત્રિપુટી હાલ ચૂંટણી ન હોવા છતાં પ્રજાના પ્રશ્‍નો અંગે સતત જાગૃત રહેવા આવ્‍યા છે. કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, સંઘાણી અનેકાછડીયાની ત્રિપુટીએ અમરેલી જિલ્‍લાના રાજકારણમાં ડંકો વગાડયો છે. જયારે સામાન્‍ય રીતે દરેક ચૂંટણીઓમાં નેતાઓ ચૂંટાઈ ગયા બાદ પ્રજાને ભૂલી જાય છે પણ અમરેલી જિલ્‍લાના નેતાની વાત જ આખી અનોખી છે. કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા, સહકાર શિરોમણી દિલીપ સંઘાણી અને નેતા વિપક્ષને પછડાટ આપનારા જાયન્‍ટ કિલર સાંસદ નારણ કાછડીયા સાવરકુંડલા નાવલી નદીના પટ્ટમાં જિલ્‍લા ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી મહેબુબ કાદરીના રંગીલા પાનની દુકાને ખુરશીઓ ઢાળીને અડધી કલાક સાવરકુંડલા શહેરની સમસ્‍યાઓ જાણી હતી ને મુસ્‍લિમ સમાજના લોકો સાથે લાંબી ચર્ચા વિચારણા કરી હતી. ત્‍યારે આખી દુનિયામાં વિકાસ પુરૂષ તરીકે કાશ્‍મીરમાં 370ની કલમ એક ઝાટકે દૂર કરીને ડંકો વગાડનારા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની સોનેરી સિઘ્‍ધિ માટે કેન્‍દ્રીય મંત્રી રૂપાલા અને સાંસદ કાછડીયાનું પુષ્‍પગુચ્‍છ આપીને સન્‍માન મુસ્‍લિમ સિપાહી સમાજના પ્રમુખ હાજી દિલાભાઈ ભટ્ટી, મુસ્‍લિમ અગ્રણી મુન્‍નાભાઈ કાદરીએ કર્યું હતું. ત્‍યારે સહકારી ક્ષેત્રે ભારત દેશનું પ્રતિનિધિત્‍વ કરીને ખેડૂતોના હિત માટે લડતા આવતા સહકારી નેતા દિલીપ સંઘાણીનું સન્‍માન મહેબુબ કાદરીએ કર્યું હતું ત્‍યારે નવાઈની વાત એ છે કે મોટા ગજાના ગણાતા ભાજપના નેતાઓ પાનની હાટડીએ બેસીને પ્રજાના દિલમાંવસ્‍યા હોવાનો સુંદર દાખલો રાજકીય નેતાએ સાબિત કર્યું હતું. ત્‍યારે નવાઈની વાત એ છે કે મોટા ગજાના ગણાતા ભાજપના નેતાઓ પાનની હાટડીએ બેસીને પ્રજાના દિલમાં વસ્‍યા હોવાનો સુંદર દાખલો રાજકીય નેતાએ સાબિત કરી બતાવ્‍યો હતો. આ તકે કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, દિલીપ સંઘાણી અને સાંસદ કાછડીયાને મળવા આવેલા બાળકોને ચોકલેટ આપીને નેતાઓએ ખુશ કર્યા હતા. તો મહેબુબ કાદરી ની નાની  ઢીંગલી માસુમાને તેડીને રૂપાલા એ બાળ મજા કરાવી હતી. આ તકે ફારૂક કાદરી પણ ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!