સમાચાર

દામનગરમાં તપોમૂર્તિ આરાધકોએ અઢારે આલમની ઉપસ્‍થિતિમાં પારણા કર્યા

દામનગર શહેરમાં તપોમૂર્તિ આરાધકોએ શહેરની અઢારે આલમની ઉપસ્‍થિતિમાં પારણા કર્યા. દશાશ્રી સ્‍થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજતા સતીરત્‍નોની નિશ્રામાં ઉપવાસીને પારણા કરાવ્‍યા. જૈન જૈનોતર સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓની વિશાળ હાજરી જોવા મળી હતી. દામનગર શહેરમાં સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રયમાં વર્ષાવાસમાં બિરાજતા સતીરત્‍નો શ્રી શ્રમણી જયેષ્‍ટ બા.બ્ર.પ. પૂજય સવીતાબાઈ મહાસતીજી રક્ષાબાઈ મહાસતીજી શ્રી ઉર્મિલાબાઈ મહાસતીજી, મૌલીબાઈ મહાસતીજીની પાવનનિશ્રામાં માસ શ્રમણના ઉગ્ર આરાધક તપસ્‍વી શોભનાબેન અદાણી 16 ઉપવાસના તપસ્‍વી વીણાબેન જુઠાણી, ભાવનાબેન જુઠાણી, મધુબેન જુઠાણી, ભાવનાબેન અજમેરા, દિપકભાઈ અદાણી, દર્શનાબેન ત્રિવેદી સહિત 6ર એકસણાના ઉગ્ર ઉપવાસી આરાધક બાળકો મેહુલ પારેખ, શુભમ ભાવસાર, રિઘ્‍ધિ પાંધી, હર્ષ વોરા આદિ નાના ભૂલકાઓને પારણા પ્રસંગે અઢારે આલમની ઉપસ્‍થિતિમાં પારણા કર્યા હતા. શ્રમણી જયેષ્‍ટ બા.બ્ર. સવીતાબાઈ મહાસતીજી સહિતની સતીરત્‍નોએ ઉગ્ર તપસ્‍વીઓની ધર્મના માટે કરેલ આરાધનાથી ખૂબ પ્રભાવિત થયા અને આશીર્વચન પાઠવ્‍યા હતા.

error: Content is protected !!