સમાચાર

અમરેલીની કોમર્સ કોલેજ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ વિષય પર ‘દીકરી જન્‍મી આનંદો’ નાટક ભજવાયું

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલીમાં બેટી બચાવો-બેટી પઢાવો વિષય અંતર્ગત ભભબેટી જન્‍મી આનંદોભભ વિષય પર પૂર્વી આર્ટ થિયેટર-અમદાવાદના કલાકારો ભરતભાઈ પંચોલી, રમેશભાઈ દેસાઈ, ઉષાબેન શાહ, નિરૂબેન વ્‍યાસ, રૂપલબેન પરમાર અને ગંગારામ મકવાણાએ ગીત-સંગીત સાથે નાટક ભજવ્‍યું હતું. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્‍મત સાથે બેટી બચાવો-બેટી પઢાવોનો સંદેશ આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. કોમર્સ કોલેજ અમરેલીના વાઈસપ્રિન્‍સિપાલ ભારતીબેન ફીણવીયા, ડો. જે.ડી. સાવલીયા, પ્રા. જે.એમ. તળાવીયા, પ્રા. પી.કે. ત્રિવેદી, પ્રા. એ.જી. પટેલ, પ્રા. વાય.કે. કયાડા, પ્રા. વાય.એચ. ઠાકર, પ્રા. એચ.સી. સોજીત્રા, પ્રા. એ.કે. વાળા, ભાવિશાબેન વસોયા, સોનલબેન પંડયા, હિનાબેન જોષીએ વ્‍યવસ્‍થાઓ ગોઠવી હતી તેમ કૃણાલભાઈ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!