બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્‍લામાં વધુ 3 ઈંચ વરસાદ : ઠેક-ઠેકાણે ગોઠણડૂબ પાણી ભરાયા : નદીઓમાં નવા નીર આવ્‍યા

ઠેક-ઠેકાણે ગોઠણડૂબ પાણી ભરાયા : નદીઓમાં નવા નીર આવ્‍યા

અમરેલી જિલ્‍લામાં વધુ 3 ઈંચ વરસાદ

જિલ્‍લાનાં મુખ્‍ય મથક ખાતે 1ર કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્‍થિતિ

જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકામાં ન પડયો હોય તેટલાં વરસાદથી લીલાલહેર

અમરેલી, તા. 4

ગણેશોત્‍સવની સાથોસાથ અષાઢી માહોલ વચ્‍ચે બુધવારે અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ગાજવીજ કડાકા-ભડાકા સાથે હળવા ઝાપટાંથી લઈ, ત્રણ ઈંચ જેટલો વરસાદ પડી જતાં, અનેક નદી-       નાળામાં પાણી વહેંચતા થયા હતા, તો અમરેલી શહેરમાં 3 ઈંચ વરસાદથી નિંચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા.

અમરેલી શહેરમાં બપોરે એકાદ વાગ્‍યા જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયા બાદ ફરી સાંજે 4 વાગ્‍યાનાં સમયે વીજળીનાં કડાકા- ભડાકા સાથે વરસાદે દે   ધનાધન શરૂ કરી દેતાં, સાંજે 6 વાગ્‍યા સુધીમાં 3 ઈંચ વરસાદ પડી ગયો હતો, આ ઉપરાંત અમરેલી નજીક આવેલ ગાવડકા, લાલાવદર, વાંકીયા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો.

ગઈકાલે ખાંભામાં પડેલા વરસાદ બાદ આજે પણ મેઘાએ તેનું કામ કરતાં, ખાંભા ઉપરાંત આજુબાજુનાં ડેડા, રાયડી, ત્રાકુડા, સરાકડીયા, નાનુડી ગામમાં વરસાદ પડયો હતો, જેને લઈ ખાંભાની રાયડી ડેમમાં ડેડાણની અશોકા નદીમાં પૂર આવ્‍યું હતું.

રાજુલાશહેર સહિત આજુબાુનાં ગ્રામ્‍ય વિસ્‍તાર માંડરડી, આગરીયા, ભેરાઈ, પીપાવાવ, વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો,રાજુલાની આગરીયા નદીમાં પાણી આવ્‍યું હતું.

જયારે લીલીયા પંથકમાં પણ વરસાદ પડયો હતો, સાથે લીલીયા તાલુકાનાં ટીંબડી, ભોરીંગડા, વાઘણીયા, સાંજણવાવ, સહિતનાં ગામોમાં વરસાદ પડયો હતો, જેને લઈ અનેક સ્‍થાનિક નદીઓમાં પાણી આવી જતાં કોઝવે પાણીથી ભરાઈ જતાં, મુસાફરોને મુશ્‍કેલી પડી રહી હતી.

આ ઉપરાંત, બાબરા તાલુકાનાં મોટા દેવળીયા, ખાખરીયા, વિસ્‍તારોમાં પણ વરસાદ પડયો હતો, જેમાં ખાખરીયામાં વીજળી પડતાં બળદનું મોત થયું હતું, બાબરા ગામમાંથી પસાર થતી કાળુભાર નદીમાં પણ પૂર આવ્‍યું હતું, જયારે ચમારડી ગામે આવેલ ઠેબી નદીમાં પૂર આવ્‍યું હતું.

ધારી નજીક આવેલ છતડીયા ગામમાં પણ અનરાધાર વરસાદ પડયો હતો, જેને લઈ ખડખડ નદીમાં તથા વડલાવાળી નદીમાં ઘોડાપૂર આવ્‍યંું હતું, જેને લઈ ઝર ગામે આવેલ ડેમની સપાટીમાં વધારો થયો છે.

અમરેલી જિલ્‍લાં ફલડ કંટ્રોલ રૂમનાં જણાવ્‍યા મુજબ અમરેલી 81 મી.મી., ખાંભા 10 મી.મી., ધારી પ8 મી.મી., બગસરા 11 મી.મી., બાબરા 46 મી.મી. રાજુલા ર7 મી.મી., લાઠી પ0 મી.મી., લીલીયા ર1 મી.મી., વડીયા 9 મી.મી. તથા સાવરકુંડલા ર7 મી.મી. વરસાદ નોંધાયોછે.

error: Content is protected !!