સમાચાર

અમરેલીનાં દિવ્‍યેશ વોરા અને દિપ્‍તી વોરાએ સ્‍પેનમાં દેશનું નામ રોશન કર્યું

ફરી એક વાર ,ત્‍ઝ યદ્યત્‍ભ્‍ચ્‍દ્યબ્‍ત્‍ય્‍:દ્યબ્‍િ ોભ્‍ભ્‍ત્‍ય્‍દ્યન્‍લ ખગભગલ ક.બયદલ ભગ્‍ચ્‍:ઉભ્‍માં આકૃતિરંગોળીમાંથી દિવ્‍યેશ વારા અને દિપ્‍તી વારાએ ભારત તરફથી ભારતીય રંગોળી કળાનું પ્રતિનિધિત્‍વ કર્યું. સ્‍પેન, પોર્ટુગલ, જર્મની, માલ્‍ટા અને ભારત દેશના લગભગ પ0 ડેલીગેશન તેમજ સ્‍પેનના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા જુદા જુદા 9 ગૃપ અને 70 કલાકારો ભેગા થઈને 14 રંગોળી બનાવીને બ્‍યુ, સ્‍પેનમાં ઈતિહાસ રચ્‍યો. રંગોળીની સાઈઝ 8×4 મીટર અને એક માટીના ઘડા એમ્‍ફોરાનો શેપ આપેલ. જેમાં દરેક ડેલીગેશને પોતાના વિચારો અને પોતાના દેશ તેમજ પ્રાંતની કળા અને સંસ્‍કૃતિ રજૂ કરી. આ વખતે ભારતની થીમ હતી. ભભદુર્ગા- શકિતમય બ્રહ્માંડભભ સૌપ્રથમ તો એ બતાવવાનો પ્રયત્‍ન કર્યો કે દુનિયાની મોટા ભાગની સંસ્‍કૃતિમાં ભગવાન પુરૂષ જ જોવા મળે છે. જયારે ભારતીય સંસ્‍કૃતિમાં માતાજીને એટલે કે સ્‍ત્રીત્‍વને પણ ભગવાન તરીકે સ્‍વીકારેલા છે. તેઓ માટીના ઘડા- એમ્‍ફોરાને બે ભાગમાં વિભાજિત કરીને એક બાજુ દિવસ અને બીજી બાજુ રાત એમ બતાવી પોઝીટીવ અને નેગેટીવ એનર્જી અને સૂર્ય તેમજ ચંદ્રને તત્‍વ તરીકે બતાવેલા. સૌથી વચ્‍ચે બાર પાંખડીવાળુ ફૂલ જેમાં સૌથી વચ્‍ચે દુર્ગા માં તેમજ બાર પાંખડીઓમાં બાર રાશી ચિન્‍હો. રાશી ચિન્‍હો પૃથ્‍વી પરના માનવજીવનને પ્રદર્શિત કરે છે અને દરેક વ્‍યકિત કોઈ રાશીથી જોડાયેલી હોય છે. જેથી માં દુર્ગા બધાજીવોનું પાલન પોષણ કરીને તેમજ સૂર્ય ચંદ્ર અને તારાઓને એક લયમાં જાળવી રાખીને જીવ સૃષ્‍ટિને એક માં તરીકે સંભાળ લે છે તેવું સમજાવવાનો પ્રયત્‍ન કરેલ છે. આ રંગોળી માત્ર 3 વ્‍યકિતઓ જેમાં એક સ્‍પેનીશ વોલીન્‍ટીયર ગર્લ આના પણ હતા. જે લગભગ પ કલાક જેટલા સમયમાં તૈયાર કરી અને ત્‍યારબાદ વરસાદ આવ્‍યો તો બાકીના લોકોની રંગોળી ફૂલ અને પાંદડીથી થયેલી હોવાથી તેમાં વરસાદી પાણીની અસર ના થઈ પરંતુ ભારતીય રંગોળી પર બધા ડેલીગેટસ મોટી અને લાંબી હથેળી પકડી તેને બચાવવા પ્રયત્‍ન કરવા લાગ્‍યા. જેનાથી રંગોળી બચી ગઈ અને આ બધા ડેલીગેટસનો સપોર્ટ જોઈને તેઓને ખૂબ આનંદ થયો.           રંગોળીની નોંધ બે દિવસ સુધી ત્‍યાંના સ્‍પેનીશ ન્‍યૂઝપેપર દ્વારા લેવામાં આવી. તેમજ રંગોળી વર્કશોપને ત્‍યાંના લોકોએ ખૂબ જ બિરદાવ્‍યો. મેયર સહિત ત્‍યાંના પ્રાંતના અગ્રણીઓએ ભારતીય રંગોળી      કળાને ખૂબ જ વખાણી તેમજ તે લોકોએ ભારતીય કળા તથા પ્રદર્શિત કરવા બદલ બન્‍નેનો આભાર માન્‍યો. સાથે ત્‍યાં યોગ, સૂર્ય નમસ્‍કાર અને પ્રાણાયામ તેમજ ગુજરાતી ગરબા શીખવાડયા. ભારતીય સંસ્‍કૃતિ અને વિચારોના બીજ રોપીને આવ્‍યા. તેમજ એ લોકોની લાગણી, પ્રેમ અને તેમના આતિથ્‍યભાવને આપણે શબ્‍દોમાં તો ન જ વર્ણવી શકીએ. તેમાં જયારે ભારત આવ્‍યા ત્‍યારેતેમની આંખમાં વિદાઈના આંસુ જોઈને ભાષા અને દેશથી પણ ઉપર આત્‍મીયતાના દર્શન થયા હતા.

error: Content is protected !!