બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્‍લામાં ‘‘ગણેશોત્‍સવ”નો આસ્‍થાભેર પ્રારંભ

‘‘દેવા ઓ દેવા ગણપતિ દેવા” નો નાદ ગુંજી ઉઠયો

અમરેલી જિલ્‍લામાં ‘‘ગણેશોત્‍સવ”નો આસ્‍થાભેર પ્રારંભ

દુંદાળા દેવની સ્‍થાપના થતાં સમગ્ર જિલ્‍લામાં ધાર્મિકતાનો માહોલ ઉભો થયો

અમરેલી, તા. ર

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજથી દુંદાળા દેવ ભગવાન ગણેશજીની સ્‍થાપના સાથે ગણેશોત્‍સવનો પ્રારંભ થયો હતો. ગણેશોત્‍સવનાં પ્રારંભથી ભગવાન ગણેશજી શહેરનાં વિવિધ પંડાલોએ પહોંચતા પહેલા અત્રેના ભગવાન નાગનાથ મહાદેવ મંદિરે એકત્ર થઈ શહેરમાં ફરી અને બાદમાં પંડાલોમાં બિરાજમાન થયા હતા. આજથી શરૂ થતાં ગણેશોત્‍સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ આરતી, બપોરે ભોગ તથા દરરોજ શ્રીજીનાં વિવિધ પ્રકારનાં શુશોભન દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

અમરેલી શહેરમાં ભગવાન નાગનાથ મહાદેવ મંદિરનાં ગણેશ હોલમાં, સરકારવાડા, સાહહી યુથ કલબ તથા સીનીયર સીટીઝન પાર્ક ખાતે, ચિતલ રોડ ઉપર શકિત ગૃપ, શ્રી લોહાણ સમાજ ઘ્‍વારા પૂ. જલારામબાપાનાં મંદિરે, અત્રેના ચિતલ રોડ પર સિઘ્‍ધિ વિનાયક સોસાયટીમાં બિરાજમાન ભગવાન ગણેશજીનાં મંદિર સહિત શહેરમાં અનેક જગ્‍યાએ ગણેશોત્‍સવની ઉજવણી શ્રઘ્‍ધા અને આસ્‍થાપૂર્વક થાય છે.

આજથી સતત 10 દિવસ સુધી અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ભગવાન ગણેશજીની સ્‍તૃતીઓ ગવાશે અને 10 દિવસ બાદ ભગવાન ગણેશજીની મૂર્તિનુંવિસર્જન કરવામાં આવશે.

error: Content is protected !!