સમાચાર

અમરેલી જિલ્‍લામાં મોં માંગ્‍યા વરસાદથી ખેડૂતો ખૂશ

કપાસ અને મગફળીનો પાક પુષ્‍કળ પ્રમાણમાં તૈયાર થશે

અમરેલી જિલ્‍લામાં મોં માંગ્‍યા વરસાદથી ખેડૂતો ખૂશ

એકથી દોઢ મહિના બાદ કપાસ અને મગફળીનો પાક વેચાણ માટે આવી જશે

ખેડૂતોને હવે કપાસ અને મગફળીનો પોષણક્ષમ ભાવ મળે એટલે બેડો પાર

અમરેલી, તા. ર

અમરેલી જિલ્‍લામાં ઘણા વર્ષો બાદ મોં માંગ્‍યો વરસાદ પડવાથી કૃષિ ઉત્‍પાદનનું ચિત્ર ઉજજવળ બનતા ખેડૂતો ખૂશ થયા છે. તો પાણીની સમસ્‍યા પણ એક વર્ષ માટે દુર થઈ જતાં જનતા જનાર્દનમાં આનંદનો માહોલ જોવા  મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર દાયકાથી ખેડૂતો કપાસનું વધારે પ્રમાણમાં વાવેતર કરે છે અને પછીનાં ક્રમે મગફળીનું વાવેતર કરે છે. ચાલું વર્ષ જિલ્‍લામાં સૌથી વધુ વાવેતર કપાસનું 4,0ર,9રર હેકટર,     મગફળીનું 1,1ર,970 અને ત્રીજા ક્રમે ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે. બાદ બાજરી, તુવેર, મગ, અડદ, તલ, શાકભાજીનું વાવેતર કરવામાં આવેલછે.

આગામી એકથી દોઢ મહિનામાં કપાસ અને મગફળીનો પાક બજારમાં આવી જશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તો બેડો પાર થઈ જશે. તદઉપરાંત સિંચાઈ માટે પણ પાણી હોવાથી ખરીફ બાદ રવિપાકનું પણ સારૂ ઉત્‍પાદન મળી શકે તેમ છે. આર્થિક સંકડામણનો સામનો કરતાં ખેડૂતો માટે હવે અચ્‍છે દિન આવે તેવું લાગી રહૃાું છે.

error: Content is protected !!