સમાચાર

ચલાલાનાં પશુ દવાખાનામાં ફરી લાગ્‍યા અલીગઢી તાળા : પશુપાલકો પરેશાન

શહેર એક સાંધેને તેર તૂટેની સ્‍થિતિમાં

ચલાલાનાં પશુ દવાખાનામાં ફરી લાગ્‍યા અલીગઢી તાળા : પશુપાલકો પરેશાન

પશુચિકિત્‍સકની નિમણુંક નહીં થાય તો આંદોલનની ચીમકી

ચલાલા, તા. 30

ચલાલામાં એક સાંધો ત્‍યાં તેર તૂટે જેવી દયનીય સ્‍થિતિનો સામનો નગરજનો કરી રહૃાા હોય, તેમ ચલાલાની હજારો માનવ વસ્‍તી ધરાવતું શહેર છે તેમજ આજુબાજુનાં 3 ગામનાં લોકો આરોગ્‍ય,પી.જી.વી.સી.એલ. ટેલીફોન તથા પોષ્‍ટ વિભાગ તથા પશુ સારવાર સહીતનાં કામે ચલાલા સાથે સંકળાયેલ હોય, ત્‍યારે આ ચલાલા સહીતની ગ્રામ્‍ય જનતા સાથે જાણે સરકાર તથા સરકારી બાબુઓ ઓરમાયુ વર્તન તેમ આ વિસ્‍તારની જનતા અનેક યાતનાઓ વેઠી રહી છે, જેની જાણ ચલાલાની સેવાકીય સંસ્‍થા બાપા સીતારામ ગ્રુપ તથા શહેરનાં શ્રેષ્ઠીઓ નાના-મોટા પ્રશ્‍ને પછી રોડ હોય કે આરોગ્‍ય કે પછી જનસેવા કેન્‍દ્ર સહીતનાં પ્રાણપ્રશ્‍નોની રજૂઆત શહેરનાં સ્‍થાનિક આગેવાનોએ અવારનવાર કરી હોવા છતાં આ નિંભર તંત્રની બેદરકારીનાં કારણે એક પણ પ્રશ્‍નનું સુખદ નિરાકરણ ન આવેલ હોય, આ વિસ્‍તારનાં લોકો જેમ ઘંટીના બે પડ વચ્‍ચે અનાજ પીસાઈ, તેમ આ વિસ્‍તારની જનતા, લોકો પીસાઈ રહૃાા છે.

ત્‍યારે દુષ્‍કાળમાં અધિક માસ હોય, તેમ ચલાલા તેમજ આજુબાજુનાં ગ્રામ્‍ય વિસ્‍તારનાં લોકો તો ઠીક પણ આ વિસ્‍તારનાં પશુઓ પણ આ તાનાશાહોનો શિકાર બન્‍યા હોય, તેમ લાખો પશુઓની સારવારનાં કેન્‍દ્ર સમુ ચલાલા પશુ દવાખાનામાં ડોકટર ન હોવાથી પશુઓ તથા પશુપાલકો પરેશાન હોવાની જાણ પશુપાલન મંત્રી તથા પશુપાલન વિભાગમાં બાપા સીતારામ ગ્રુપનાં અશોકસિંહ તલાટીયાએ કરી, દરેક અખબારનાં તંત્રીઓએ આ દૈનિક સ્‍થિતિની છાપાનાં માઘ્‍યમથી બહોળી પ્રસિદ્ધિ કરતાં, ડોકટર ભરવાડની નિમણુંક થયેલ,પરંતુ સરકાર તથા સરકારી બાબુઓ આ વિસ્‍તારનાં લોકોની સાથે ક્રૂર મજાક તથા તેમની સહનશીલતાની કસોટી કરતાં હોય, તેમ થોડા દીવસમાં જ આ ડોકટરની અન્‍ય જગ્‍યાએ બદલી કરી નાખતા, આ વિસ્‍તારનાં પશુપાલકો ફરી ભગવાન ભરોસે છે, ત્‍યારે આ વિસ્‍તારનાં લોકોનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી તથા પશુપાલન હોય, તો હાલ ચોમાસાની સીજનમાં પશુઓમાં અનેક પ્રકારની સીજનલ બીમારીનો રોગચાળો ફાટી નીકળ્‍યો છે, ત્‍યારે આ લાખો પશુઓ વચ્‍ચે માત્ર એક જ પશુ સારવાર કેન્‍દ્ર હોય, તેમાં પણ ડોકટર ન હોવાથી આ વિસ્‍તારનાં પશુપાલકોનાં દીકરા સમાન કીંમતી પશુઓ ગંભીર બીમારીમાં સપડાય સારવારનાં અભાવે ટપોટપ મરી રહૃાા છે, ત્‍યારે આ વિસ્‍તારનાં લોકો ભગવાન ભરોસે હોય અને આ વિસ્‍તારનાં લોકો સાથે સતત ઓરમાયું વર્તન કરનાર નિંદ્રાધિન જવાબદાર અધિકારી તથા પદાકિારીઓને જાણ કરવા આંદોલાનાત્‍મક કાર્યક્રમ આપવાનો માર્ગ અપનાવવાની ના છૂટકે ફરજ પડે, તે પહેલાં પશુ ડોકટરની નિમણુંક કરવા બાપા સીતારામ ગ્રુપનાં તલાટીયા જણાવે છે.

error: Content is protected !!