સમાચાર

અમરેલી જિલ્‍લામાં સૌપ્રથમ યમી હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટનું વિદ્યાસભામાં આયોજન

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત ડિસ્‍ટ્રીકટ સ્‍પોર્ટસ સ્‍કૂલમાં રાજય કક્ષાની હેન્‍ડબોલ સ્‍પર્ધા યમીઢ×ડક્ષ્ઠ (ઈન્‍ટર ડી.એલ.એસ.એસ. લીગ ટુર્નામેન્‍ટ-19)નું દીપ પ્રાગટય કરી શરૂ કરવામાં આવેલ. જેમાં જીતુભાઈ ડેર, પ્રમુખ આહીર સમાજ તથા જિલ્‍લા રમત-ગમત અધિકારી તેમજ સિનિયર કોચ તથા મેમ્‍બરો આ પ્રસંગે હાજર રહી રમત સ્‍પર્ધા શરૂ કરવામાં આવેલ છે. નોંધનીય છે કે ગુજરાત રાજયમાં કુલ-41 મીકક સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત રાજય સાથે સંલગ્ન કાર્યરત છે. જેમાં દર વર્ષે યમી સ્‍પર્ધા યોજવામાં આવે છે. અમરેલીમાં પ્રથમ વખત યમીઢક્ષ્ઠ યોજાયેલ છે. જેથી ગુજરાતભરમાં હેન્‍ડબોલના ખેલાડીઓ અમરેલીમાં વિજેતા બનવા ઉત્‍સુકતાભેર વિદ્યાસભામાં આવી પહોંચેલ છે. આ પ્રસંગે સંસ્‍થાના કેમ્‍પસ ડિરેકટર હસમુખભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્‍થિત તમામ મહેમાનો, અધિકારી ગણ તેમજ સ્‍પર્ધકોનું ભાવભર્યું શાબ્‍દીક સ્‍વાગત કરેલ અને તમામ સ્‍પર્ધકોનેરમત-ગમત અંગે માર્ગદર્શન આપી સારી સફળતા મેળવે તે બદલ શુભકામના પાઠવેલ.

error: Content is protected !!