સમાચાર

અમરેલીના સેવાભાવી મોટાભાઈ ગાંધીનું અનેરૂ સન્‍માન

અમરેલીના વેપારી અગ્રણી અનેક શૈક્ષણિક અને આરોગ્‍યલક્ષી સંસ્‍થાના ટ્રસ્‍ટી, ચેમ્‍બરના પુર્વ પ્રમુખ દિનેશભાઈ (મોટાભાઈ) ગાંધીના 80માં જન્‍મદિવસની ઉજવણી ભવ્‍યાતિભવ્‍ય રીતે કરવામાં આવી હતી. અને ઉપસ્‍થિત આગેવાનોએ મોટાભાઈ ગાંધીની સમાજલક્ષી કામગીરીની પ્રશંસા કરી હતી. આ તકે એડવોકેટ બિહારીભાઈગાંધી, ડો. કાનાબાર, રસિકભાઈ શાહ, કિશોરભાઈ મહેતા, ડો. એન.એન.દેસાઈ, વર્ષિલ ગાંધી, ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી, હસમુખ પટેલ સહિતના આગેવાનો અને શહેરીજનોએ મોટાભાઈ ગાંધીને જન્‍મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!