સમાચાર

અમરેલીનાં એસ.ટી. ડેપો પાછળ તુફાન ગાડીમાં થતી વિદેશી દારૂની હેરફેર સામે લાલ આંખ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો

અમરેલીનાં એસ.ટી. ડેપો પાછળ તુફાન ગાડીમાં થતી વિદેશી દારૂની હેરફેર સામે લાલ આંખ

રૂપિયા 3 લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો

અમરેલી, તા.રર

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે દારૂની બદી દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતાં ઈસમો અને લીસ્‍ટેડપ્રોહી બુટલેગર્સ ઉપર વોચ ગોઠવી. તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા તુફાન ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી પકડી પાડેલ છે.

આજે અમરેલી એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી મળેલ કે એક તુફાન ગાડી જેના રજી. નં. એમપી-09 બીડી- પર30 છે. તે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને આ ગાડી અમરેલી એસ.ટી. ડેપો પાછળ આવવાની છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમી આધારે અમરેલી એસ.ટી. ડેપો આજુ બાજુના વિસ્‍તારમાં વોચ ગોઠવી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો ભરેલ તુફાન ગાડી સાથે રાગલા છગન અલાવા (ઉ.વ.ર7), રહે. ખરીયા માલી, સુરતા ફળીયા, તા. ભાભરા, જિ. અલીરાજપુર. મઘ્‍યપ્રદેશની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-4ર, કિંમત રૂા.1ર,600 તથા તુફાન ગાડી એમપી-09 બીડી-પર30 કિંમત રૂા. 3,00,000 તથા મોબાઈલ ફોન-1 કિંમત રૂા. પ,000 મળી કુલ કિંમત રૂા. 3,17,600ના મુદામાલ સાથે અટકાયત કરેલ છે.

error: Content is protected !!