સમાચાર

સાવરકુંડલાની કબીર ટેકરી ખાતે પ્રભારીમંત્રીની ઉપસ્‍થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

કબીર ટેકરી સાવરકુંડલા ખાતે સદગુરૂ તપસ્‍વી શ્રી રામ પ્રતાપ સાહેબની 38 મી પુણ્‍યતિથિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમ રાખવામાંઆવેલ હતો. જેમા સંસ્‍કૃતિક કાર્યક્રમ પુજય સાગર સાહેબનો ભંડારો, મહાપ્રસાદ તેમજ ધર્મસભા વિગેરે કાર્યક્રમ રાખવામાં  આવેલ. કબીર ટેકરીના મહંત પૂજય નારણદાસ સાહેબના આર્શીવાદથી યોજાયેલ આ કાર્યક્રમમાં સતો – મહંતો ઉપસ્‍થિત રહેલ તેમજ ગુજરાત સરકારના અન્‍ન અને નાગરિક પુરવઠા મંત્રી તથા અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહજી જાડેજા ની વિશેષ ઉપસ્‍થિતના આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, પુર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્‍લા યુવા ભાજપ પુર્વ મહામંત્રી દિપકભાઈ વઘાસીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, જિલ્‍લા સહકારી સંઘ પ્રમુખ મનીષભાઈ સંઘાણી, ભાજપ અગ્રણી સંજયભાઈ કોઠીયા, જિલ્‍લા ભાજપ અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ સુરેશભાઈ પાનસુરીયા, જિલ્‍લા ભાજપ પુર્વ મહામંત્રી શરદભાઈ પંડયા, રાજુભાઈ દોશી, પ્રવિણભાઈ સાવજ, ડી.કે. પટેલ, જયસુખભાઈ નાકરાણી, પ્રવિણભાઈ કોટીલા, એ.બી.યાદવ, બળુભાઈ મહેતા, જીવનભાઈ વેકરીયા, જયરાજભાઈ વાળા, પુનાભાઈ રબારી, જગદીશભાઈ ઠાકોર, પિયુષભાઈ પટેલ, પિયુષભાઈ મશરૂ, મુકેશભાઈ રબારી, રવિસિંહ પરમાર, વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા. આકાર્યક્રમને સફળ બનાવવા કબીર યુવા ગૃપના અરવિંદ મેવાડા, રામદેવસિંહ ગોહિલ, હેમાંગભાઈ ગઢિયા, વિજયસિંહ વોઘલા, તુષારભાઈ રાણા, ગોપાલ રાઠો, ગોપાલ વકાણી, રાજુભાઈ ચૌહાણ, મહેશભાઈ મેવાડા, વિરેન ભરાડ, હરીભાઈ ભરવાડ, નિતિન હેલૈયા, જયેશભાઈ રાઠોડ, કૌશિકભાઈ મહેતા, સંજય રાઠોડ, હિરેનગીરી ગોસાઈ, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના ચેરમેન પરાગભાઈ ત્રિવેદીએ કરેલ હતું.

error: Content is protected !!