બ્રેકીંગ ન્યુઝ

ગૃહિણીઓને પડયા પર પાટુ, શાકભાજીની સાથે કઠોળનાં ભાવમાં પણ વધારો થયો

ભ્રષ્‍ટાચાર, બેરોજગારી અને મોંઘવારીથી આમ આદમી પરેશાન

નફાખોર વેપારીઓ સામેકાર્યવાહી કરવા માંગ ઉભી થઈ

આંબરડીી, તા. ર0

તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે જ ગૃહિણીઓ પર મોંઘવારીનો પહેલો કોરડો વિંઝાઈ ગયો છે, દેશભરમાં ધોધમાર વરસાદ બાદ અલગ- અલગ રાજયોમાંથી આવતી શાકભાજીની આવક ઓછી થતાં જ ભાવ આસમાને પહોંચી ગયા છે, એપીએમસીમાં પણ જથ્‍થામાં આવતી શાકભાજી મોંઘી આવી રહી છે, અને છૂટક બજારોમાં શાકભાજીનો વેપાર કરતાં વેપારીઓ પોતાનું કમિશન વધારીને વધુ નફો રળી રહૃાા છે, રાજયમાં વરસાદી માહોલ વચ્‍ચે અન્‍ય રાજયોમાંથી આવતી શાકભાજીનાં ભાવ ટ્રાન્‍સપોર્ટેનનાં ગલ્‍લાતલલાને લઈને આસમાને પહોંચ્‍યા છે, હેલથની દૃષ્‍ટિએ થાળીમાં લીલું શાક હોવું, એ આવશ્‍યક હોય છે, ત્‍યારે લીલાં શાકભાજી મોંઘા છે, અને ગૃહિણીઓ શાક વગર હવે રસોઈ બનાવતી        થઈ છે.

અલબત્ત, લીલોતરી શાકનાં વિકલ્‍પ તરીકે ગૃહિણીઓ કઠોળનો ઉપયોગ કરે છે, પરંતુ હવે પડતાં પર પાટુ પડયા હોય, તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે, કેમ કે હવે લીલા શાકની સાથે કયાંકને કયાંક કઠોળ પણ મોંઘા થયા છે, બજારભાવ કરતાં કઠોળનાં ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓ માટે રસોઈમાં શું બનાવવું, તેવો એક વેધક પ્રશ્‍ન ઉભો થયો છે, ગુજરાતમાં વરસાદને લઈને પરિસ્‍થિતિ બગડી છે, ત્‍યારે ખાસ કરીને લીલી શાકભાજી બજારમાં હવે મોંઘી મળતી થઈછે. શાકભાજીનાં વિકલ્‍પ તરીકે હવે કયાંકને કયાંક ગૃહિણીઓ કઠોળનો વપરાશ કરી રી છે, ત્‍યારે કઠોળનાં ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્‍થિતિ બાદ તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્‍તુઓનાં ભાવો આસમાને પહોંચી ગયા છે.

error: Content is protected !!