સમાચાર

અમરેલીનાં સરકારી રહેણાંકોની હાલત બિસ્‍માર બની

સરકારી બાબુઓ ભયના ઓથાર તળે જીવન પસાર કરી રહૃાાં છે

અમરેલીનાં સરકારી રહેણાંકોની હાલત બિસ્‍માર બની

પાલિકાએ બિસ્‍માર ઈમારતોને હટાવી લેવાની તાકીદ કરી હોવા છતાં પણ ગંભીરતા નથી

માર્ગ-મકાન વિભાગ દ્વારા બિસ્‍માર ઈમારતની મરામત કરવા ખાત્રી અપાઈ

અમરેલી, તા. 14

અમદાવાદના બોપલમાં બનેલી ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજુ ઘડો લેવાયો ન હોય તેમ અમરેલીમાં હજુ પણ જર્જરીત ઇમારતો તો ઉભી જ છે પણ સરકારના કર્મીઓના જયા નિવાસ સ્‍થાન છે તે પણ અતિ જર્જરીત જોવા મળે છે ને ખુદ સરકારી કર્મીઓ ભયના ઓથાર તળે જીવી રહ્યા છે.

અમરેલીના સુખનિવાસ કોલોની વિસ્‍તારમાંએસ.પી., કલકેટર, ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓના નિવાસ સ્‍થાનો છે. ત્‍યાં જ બાજુમાં સરકારી આર.એન્‍ડ.બી.ના કર્વાટરો આવ્‍યા છે પણ કર્વાટરોની હાલત નાજુક જોવા મળી રહી છે. ગઈકાલે જ અમદાવાદના બોપલમાં બનેલી ઘટના અમરેલીમાં નિર્માણ પામે તો સરકારી વસાહતના કવાર્ટરો પણ પડી જવાનો ભય જળુંબી રહ્યો છે ને ખુદ સરકારી કર્મીઓના પરિવારો આ ભયજનક એપાર્ટમેન્‍ટના કવાર્ટરોમાં ના છૂટકે રહેતા હોય તેવી પરિસ્‍થિતિ જોવા       મળી રહી છે. આજુબાજુના બે એપાર્ટમેન્‍ટ તો ખાલી કરાવી નાખ્‍યા છે પણ હજુ 61 થી 71 સુધીના 1ર સ્‍ટાફ કવાર્ટરોમાં સરકારી કર્મીઓ પરિવાર સાથે ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. જયારે અમરેલી શહેરમાં પણ જર્જરીત ઇમારતો  પણ હજુ જેમની તેમ જ ઉભી છે ને તંત્ર નોટીસો ફટકારીને સંતોષ માનતી હોવાનો સ્‍થાનિકોમાં રોષ છે.

અમરેલીમાં હજુ બે માસ પહેલા પ્રિ મોન્‍સૂન કામગીરીમાં પાલિકા તંત્રએ 70 આસામીઓને નોટીસ ફટકારીને સંતોષ માની લીધો પણ જર્જરીત આવાસો પર કાર્યવાહી નથી કરી તે વાસ્‍તવિકતા છે. તો આ તો માર્ગ એન્‍ડ મકાન વિભાગના જ કવાર્ટરો જર્જરીત ઉભા છે ને સરકારી કર્મીઓ સરકારમાં હોવાથી હરફ ઉચારી શકતા નથી ને ના છૂટકે ભયના ઓથાર         તળેના બિલ્‍ડીંગમાં રહેવા મજબુર છે. ત્‍યારે આર.એન્‍ડ.બી.વિભાગના અધિકારી દ્વારા રીપેરીંગની કાર્યવાહી કરવાની ખાતરી આપીને ગંભીર દુર્ઘટના ઘટવાની રાહમાં હોય તેવું ફલિત થાય છે.

સરકારી આવાસો જ જર્જરીત થઈ ગયા છે પણ સરકારના બાબુઓ સામાન્‍ય રીપેરીંગ કરવાના ગીત ગાય છે પણ સરકારી આવાસો જ જર્જરીત થઈ ગયાની વાસ્‍તવિકતા જોતા નથી તે પણ નરી વાસ્‍તવિકતા છે.

error: Content is protected !!