સમાચાર

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનો આજે જન્‍મદિવસ

અમરેલી, તા.14

સાદુ જીવન-ઉચ્‍ચ વિચારને ગળથૂથીમાં ઝીલીને સતત સંઘર્ષના માર્ગથી સંતોષ મેળવવાનો અનોખો ગુણ ધરાવતા પરેશભાઈ સમાજમાં એક અનોખો ચીલો ચાતરનારા રાજકીય આગેવાન બન્‍યા છે. રાજકીય વારસો ધરાવતા ન હોવા છતાં આપબળે આઝાદીના સંગ્રામમાં યોગદાન આપનાર મહાન કોંગ્રેસ પક્ષમાં પોતાની સૂઝબૂઝ અને સામાન્‍ય જનની મુશ્‍કેલી દૂર કરવા માટે સતત તત્‍પર રહેતા પરેશભાઈના સાલસ સ્‍વભાવને કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. સ્‍વાર્થ અને ટૂંકી દ્રષ્‍ટિના રાજકારણના યુગમાં પણ પરેશભાઈની લોકપ્રિયતા અઢારેય વર્ણમાં નોખી તરી આવે છે. તેમની આગવી શૈલીને કારણે દરેક વ્‍યકિત પરેશભાઈમાં પોતીકાપણાનો ભાવ અનુભવેછે. ત્‍યારે આવા યુવા, જુજારૂ, આક્રમક અને પોતાના બાવડાના જોરે આગળ વધી રહેલા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીનો આવતીકાલે તા.1પમી ઓગષ્‍ટના રોજ 44મો        જન્‍મદિવસ છે. આવતીકાલે તા.1પમી ઓગષ્‍ટના દિને ઘ્‍વજ વંદન કાર્યક્રમ પૂર્ણ કરી રક્ષાબંધન નિમિતે બહેન પાસે રાખડી બંધાવશે. ત્‍યારબાદ તેઓના જન્‍મદિન નિમિતે અમરેલી તાલુકાના રાંઢીયા ગામે બપોરે 3 કલાકે વૃક્ષારોપણ કરશે. તેમજ સાંજે અમરેલી ખાતેના ભભદીકરાનું ઘરભભ વૃઘ્‍ધાશ્રમની મુલાકાત લઈ વૃઘ્‍ધો, નિરાધારો, અંધશાળાના બાળકો, બહેરા-મૂંગા બાળકો, મહિલા વિકાસ ગૃહમાં રહેતી બહેનો સાથે રહીને ભોજન કરાવશે.

error: Content is protected !!