સમાચાર

વડીયામાં યોજાનારા સ્‍વાતંત્ર્યપર્વની ઉજવણીનું રિહર્સલ કરતાં ડીએમ,એસપી

વડીયા ખાતે 1પમી ઓગષ્‍ટના રોજ સ્‍વતંત્રતા દિનના પર્વની જિલ્‍લા કક્ષાની ઉજવણી સુરગવાળા સાર્વજનિક સ્‍કૂલ ખાતે કરવામાં આવેલ છે. વડીયા ખાતે યોજવામાં આવેલા ઘ્‍વજવંદનના આ કાર્યક્રમમાં સૌરભભાઈ પટેલના હસ્‍તે આ ઘ્‍વજવંદન કરવામાં આવશે. જે અનુસંધાને આજરોજ અમરેલી એસ.પી. તેમજ કલેકટર તેમજ તમામ અધિકારીઓ દ્વારા આજે રિહર્સલનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. જેમાં સુરગવાળા સ્‍કૂલ તેમજ વડીયા તાલુકાની સ્‍કૂલના બાળકો દ્વારા ખૂબ જ હોંશે હોંશેવિવિધ રિહર્સલો કરવામાં આવ્‍યા હતા. તેમજ દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્‍ના સાથેના ખૂબ જ જુસ્‍સાપૂર્વક આ કાર્યક્રમ ચાલ્‍યો હતો. કલેકટર તેમજ એસ.પી. દ્વારા જીપમાં પોલીસ પરેડ અને ગ્રાઉન્‍ડની જીપ દ્વારા રિહર્સલ કર્યું હતું. વડીયા ખાતે યોજાનારા આ કાર્યક્રમના અનુસંધાને પોલીસ દ્વારા કોઈપણ જાતનો અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે અત્‍યારથી જ ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

error: Content is protected !!