સમાચાર

અમરેલીની 181 અભયમ્‌ ટીમે પાંચ-પાંચ જિંદગી બચાવી લીધી

એક મહિલા ચાર બાળકો સાથે આત્‍મહત્‍યા કરવા જતી હતી

અમરેલીની 181 અભયમ્‌ ટીમે પાંચ-પાંચ જિંદગી બચાવી લીધી

અમરેલી, તા. 14

એક મહિલા તેના બાળકોને લઈને આત્‍મહત્‍યા કરવા જાય છે, તેવો કોઈ જાગૃત નાગરિક ર્ેારા 181માં ફો કરવામાં આવેલ, ત્‍યારે તુરતજ અમરેલી 181ની ટીમ આ મહિલા સુધી પહોંચીને ફરજ પરનાં કાઉન્‍સેલર પરમાર હિનાબેન ડબલ્‍યુપીસી જાડેજા, અલ્‍પાબેન પાઈલોટ દિવ્‍યેશભાઈ આ મહિલાને નદીમાં આવેલ પાણીમાં પડવા જતાં રોકી લીધી અને તેમને પહેલા શાંત કરી, વિશ્‍વાસમાં લઈ અને જીંદગીમાં આવેલમુશ્‍કેલીઓનું નિરાકરણ આ આત્‍મહત્‍યા નથી, ત્‍યારે આ બેન તેમની આપવીતી કહેતાં જણાવેલ કે માતાપિતાનાં વિરુઘ્‍ધ જઈ, પોતાની મરજીથી પ્રેમલગ્ન કરેલાછે, આજે ચાર સંતાનોછે, જેમાં 3 દીકરી અને 1 દીકરો છે, પરંતુ પતિ કંઈજ કમાતો નથી દારૂ-જુગારનીઆદત છે, ઘરમાં ઘર ખર્ચ કે બાળકોનું ભરણપોષણ કરતો નથી, આ જીંદગીથી કંટાળી મરવા સિવાય કોઈ રસ્‍તો લાગ્‍યો નહીં, આના પહેલાં પણ બેન મેં આત્‍મહત્‍યા કરવા ટ્રેનનાં પાટા પાસે ગયેલ, પરંતુ કમનસીબ ત્‍યાંથી પસાર થતાં કોઈ પોલીસકર્મીએ ઘરે જવા અને જરૂર લાગે, તો પોલીસ મદદ લેવા જણાવેલ, પરંતુ પતિ સિવાય બીજું કોઈજ સહારો ન હોવાથી ફરી ઘરે જતાં રહેલા, ત્‍યારે કાઉન્‍સેલર હિનાબેનને તેમના અને તેમના બાળકો મુસીબતોમાં તેવોને મદદ આવી શકે, તેવા મહિલાલક્ષી માંણખાવો વિશે માહિતી આપી, તેમને એક માં ની અંદર રહેલી શકિતઓની પરખ કરાવી, અને આત્‍મભયતાનાં વિચારને કયારેય પોતાની જીંદગીમાંનાં લાવવા હિંમત આપવા, અને આત્‍મવિશ્‍વાસ કેળવવા, મદદ પૂરી પાડવામાં આવેલ, અને પોતાનાં પતિ વિરુઘ્‍ધ આગળ તેમના નજીકમાં આવેલ લીલીયા પોલીસ સ્‍ટેશનમાં અરજી અપાવી, આગળ પોલીસ મદદ અપાવવામાં આવેલ,આમ 181 ર્ેારા પોતાના 4 બાળકોને લઈ આત્‍મહત્‍યા કરવા જતાં બેનને બચાવી જીંદગીની નવી શરૂઆત 181ટીમે કરાવી હતી.

error: Content is protected !!