સમાચાર

દામનગરમાં ભગવાન ભોલેનાથની ઐતિહાસિક પાલખી યાત્રા યોજાઈ

દામનગર શહેરમાં ઐતિહાસિક પાલખી યાત્રા વૈજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન થઈ સ્‍વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાયનુંમહાપ્રસાદ સાથે અદભૂત આયોજન વરસતા વરસાદમાં પાંચ હજારથી વધુ ભાવિકોના ગગનભેદી હરહર મહાદેવના નાદ સાથે દામનગર શહેરના મુખ્‍ય માર્ગો પર દર્શનીય નજારા સાથે ફરી બપોરના બે કલાકે વૈજનાથ મહાદેવથી પ્રસ્‍થાન થઈ સરદાર ચોક ખાતે મોટા પીરની દરગાહ પર ચાદર ચડાવી આગળ વધી પુષ્‍ટીમાર્ગીય હવેલી કૃષ્‍ણ મેળાપ કરી માણેક ચોક લાડનશાપીરની દરગાહ પર ચાદર ચડાવી રામજી મંદિર પુષ્‍પહાર કરી ખોડીયાર ચોક ખાતે માતાજીને ધૂપદીપ પુષ્‍પ અર્પણ કરી રોકડીયા હનુમાનજી મંદિર પુષ્‍પહાર ચડાવી જૂની શાક માર્કેટ થઈ મોટા બસ સ્‍ટેન્‍ડ ગેબનશાપીરની દરગાહ પર ચાદર ચડાવી પોલીસ સ્‍ટેશન સિવિલ હોસ્‍પિટલ રોડથી હરહર મહાદેવના જયઘોષ સાથે સ્‍વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિસર્જન થઈ કોમી એકતા ભાતૃપ્રેમ ઐકયતાનો અદભૂત સંદેશ આપતા પાલખી યાત્રાના રૂટ પર ઠેર ઠેર ચા, શરબત, પ્રસાદ, પાણીની સુંદર વ્‍યવસ્‍થા કરતી સ્‍વૈચ્‍છિક સામાજિક સંસ્‍થાઓ દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ચાની સેવા ઋષિવંશી સમાજ દ્વારા શરબત ઉપરાંત કુંભનાથ મહાદેવ મંદિર સંકુલમાં પ્રસાદની સફાઈ સેવા કરી પાલખી યાત્રાને કમ્‍પાઉન્‍ડ આપતા સૂર્ય મુખી ધૂન મંડળના યુવાનો ગુલાબી યુનિફોર્મમાં ફૂલગુલાબી સેવા પ્રસાદ વિતરણ માટે શૈક્ષણિક સંસ્‍થા નવજયોત સ્‍કૂલ દ્વારા સુંદર સેવા આપી પાલખીયાત્રાના રૂટ પર પોલીસ હોમગાર્ડ જવાનોએ સતત ખડે પગે રહી ટ્રાફિક નિયમનની સુંદર સેવા આપી હતી. પુરા અદબ સાથે ધર્મ ઉલ્‍લાસથી વૈજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચતી પાલખી યાત્રા ધર્મ સેવા સમર્પણ એકતા સામાજિક સંવાદિતાનો સુંદર સંયોગ જોવા મળ્‍યો હતો. યાત્રા રૂટ પર ઠેર ઠેર રસ્‍તાની બંને બાજુ દર્શનાર્થીઓની કતારો લાગી હતી. સ્‍વયંભૂ ઉત્‍સાહ સાથે દામનગર શહેર બપોર પછી બંધ રહયું. વેપારીઓ, રત્‍ન કલાકારો, ઉદ્યોગ ધંધા રોજગાર બંધ રાખી પાલખી યાત્રામાં જોડાતા ભાવિકોમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

error: Content is protected !!