સમાચાર

અમરેલીમાં નવી પોલીસ ચોકી અને ટ્રાફીક કચેરીનું લોકાર્પણ : ડીઆઈજી અને એસપીની ઉપસ્‍થિતિ

શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા મજબૂત કરવા માટે ઉત્તમ પ્રયાસ

અમરેલીમાં નવી પોલીસ ચોકી અને ટ્રાફીક કચેરીનું લોકાર્પણ

રેન્‍જ ડીઆઈજી અને એસપીની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

પાલિકા પ્રમુખ રાણવા, પી.પી. સોજીત્રા, ડો. કાનાબાર સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા

અમરેલી, તા. 13

અમરેલી શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાને વધુ સુદ્રઢ બનાવવાનાં હેતુથી નાયબ પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ તથા અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની ઉપસ્‍થિતિમાં આજે અમરેલી જિલ્‍લા પોલીસ પરિવાર ઘ્‍વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે નવી પોલીસ ચોકી તથા અમરેલી જિલ્‍લા ટ્રાફીક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

અમરેલીનાં સિનીયર સીટીઝન પાર્ક પાસે અમરેલી જિલ્‍લા ટ્રાફીક કચેરી તથા ત્‍યાં જ સરદાર સર્કલ પોલીસ ચોકી તથા બહારપરા પોલીસ ચોકીનું આજે સાંજે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્‍લાનાં પોલીસ ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાાં હતા.

અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા, અમરેલી માર્કેટયાર્ડનાં ચેરમેન પી.પી. સોજીત્રા, જિલ્‍લા ભાજપનાં આગેવાન ડો. ભરતભાઈ કાનાબાર, શૈક્ષણિક વિદ કિશોરભાઈ મહેતા, રજાકભાઈ નુરી, નાનભાઈ બિલખીયા, અજીજભાઈ ગોરી તથા જાણીના ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાના ભાઈગીરધરભાઈ ગજેરાત તથા સિવિલ હોસ્‍પિટલ તથા શાંતાબા મેડીકલ કોલેજનાં પીન્‍ટુભાઈ ધાનાણી સહિતનાં સ્‍થાનિક આગેવાનો આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહૃાાં હતા.

 

error: Content is protected !!