સમાચાર

રોમિયો અને લુખ્‍ખાઓમાં એસપીની કામગીરીથી ભયનો માહોલ

અમરેલીમાં યુવતીઓની પજવણી કરનારનું આવી બનશે

છેલ્‍લા એકાદ વર્ષથી જિલ્‍લાભરનાં કહેવાતાં માથાભારે શખ્‍સોને જેલભેગા કરવામાં પોલીસને પ્રચંડ સફળતા

બાપ કમાઈની બાઈક લઈને સિનસપાટા કરતાં રોમિયો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી

અમરેલી, તા.13

અમરેલી જિલ્‍લાના એસ.પી.. તરીકેનો ચાર્જ સંભાળ્‍યાથી આજદિન સુધી સમગ્ર જિલ્‍લામાં લુખ્‍ખાઓ, ખનિજચોરો, રોમિયોગીરી કરતા તત્‍વો, દેશી-વિદેશી દારૂ વહેચતા અસામાજીકો, વરલી અને જુગારના ખડા ચલાવનારા માથાભારે ઈસમોમાં નમૂનો ન ભવિષ્‍યતી જેવી કડક ધાક જમાવવામાં સફળ રહેલા અનેસમગ્ર જિલ્‍લામાં  ક ાય દાના રાજનું પ્રસ્‍થાપન કરાવી આમ જનતામાં લોકપ્રિયતા હાંસલ કરનારા એસ.પી. નિર્લિપ્‍ત રાયના અમરેલી શહેરમાં છેલ્‍લા કેટલાક મહિનાઓથી કેટાલક બગલગધારા નાપાક છેલબટાઉ યુવકો દ્વારા સામુહિક ગેંગ રેપ શાળા-કોલેજ જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવીના બનાવો બન્‍યા હતા. બે દિવસ પહેલા એક સગરી યુવતિ સ્‍કુલે જતી હતી તે વેળાએ ચારેક નાપાક યુવાનોએ તેમના તરફ  ચીઠ્ઠી ફેકી ફેકેલી ચીઠ્ઠી લેવા ગર્ભિત ધમકી મોઢે એસિડ ફેકવાની અને તેના માતા-પિતાની હત્‍યા કરવાની આપતા અને આ યુવતિએ હિંમત ભેર આવા લુખ્‍ખા બગલગધારા વિરૂઘ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્‍યું હતું અને છાશવારે બની રહેલા આવા બનાવોથી શાંતનગર તરીકે ઓળખાતા અમરેલી શહેરની આમ પ્રજામાં ભારે રોષ ફેલાયો હતો. જો કે ચીઠ્ઠી ફેકી  ધમ કી આપનારા લુખ્‍ખાઓની પોલીસે ધરપકડ કરી સારી એવી આગતા સ્‍વાગત કરી હતી. આ બનાવ બન્‍યા પછી એસ.પી. નિર્લિપ્‍ત રાયે લુખ્‍ખાઓ અને શહેરમાં રોમિયોગીરી કરી રહેલા લુખ્‍ખાની શાન ઠેકાણે લાવવા એક પોલીસ ઈન્‍સપેકટર અને છ એક જણના પોલીસ સ્‍ટાફની સ્‍પેશ્‍યલ સ્‍કવોર્ડની રચના કરી તેમાં કડક પી.એસ.આઈ. તરીકેની છાપ ધરાવતા પી.એસ.આઈ. જી.ડી.આહિરની નિમણુંક કરી છે. આ સ્‍કોડ શહેરભરમાં બાજ નજરરાખી વિદ્યાર્થીનીઓ કે મહિલાઓની છેડતી કે છેડતીનો પ્રયાસ કરનાર બગલગધારા નાપાક યુવાનોને શોધી કાઢશે. આજે આ નવી બનેલી પોલીસ ચોકીને ભાવનગર આ.જી. અશોકકુમાર યાદવના હસ્‍તે લોકાપર્ણ કરાયું હતું. આ નવી ચોકી જે સ્‍થળે કાર્યરત થઈ છે. તે સરદાર સર્કલથી નાગનાથ મંદિર, લાઠી રોડ, ચિત્તલ રોડ, શાળા-કોલેજો તથા એસ.ટી.સ્‍ટોપ પોઈન્‍ટ આવેલા છે. અને આવા માર્ગે બહેન-દિકરીઓની છેડતીના બનાવો વધુ બનતા હતા. અત્રેએ પણ ઉલ્‍લેખનિય છે કે અમરેલી જિલ્‍લાનો કોઈપણ લુખ્‍ખા કે અસામાજીક પ્રવૃતિઓ આચરી આમજનતાને ભયભીત કરતો શખ્‍સ પકડાયો હોય અને એસ.પી. સમક્ષ રજુ કરાયો હોય તેવા લુખ્‍ખાઓ પણ કબુલે છે કે એસ.પી.નો હાથ બહુ ભારે છે. જોઈએ છીએ કે આવતા દિવસોમાં  તહેવારો આવી રહયા છે. ત્‍યારે આ તળ રચાયેલી સ્‍કોડ કેવા આકરા પગલા લેવામાં સફળતા મેળવશે.

error: Content is protected !!