સમાચાર

પિયાવામાં કાવડ ફેરી કરતાં આર્મીમેનના પિતા

સાવરકુંડલા, તા.13

પવિત્ર શ્રાવણ માસની શરૂઆતથી અંતસુધી પ્રભાત ફેરી સાથે કાવડ ફેરી કરવાની અનોખી રીત… સાવરકુંડલા  તાલકુાના પિયાવા ગામે આવેલા રામજી મંદિરના પુજારી અને ફોજી કિરીટકુમારના પિતા પોપટભાઈ નંદરામભાઈ દેવમુરારી જેવો કાવડ ફેરીમાં ભીખશામ દેહીના નાંદ સાથે   નીકળી ગાય અને કુતરા માટે રોટલા તેમજ પંખી માટે ચણની ફેરી કરવા  બદલ સવારે રામધૂન સાથે પ્રભાત ફેરી લઈ આખા ગામમાં નીકળી અનોખી સેવાનું કાર્ય કરે છે. અને તેમની સેવાનો સાથ દેવા માટે નીકળતા હકુભાઈ ખુમાણ વલ્‍લકુભાઈ ભુવા દિનેશભાઈ હિરપરા, વનરાજભાઈ ચાવડા, બટુકભાઈ રૈયાણી, ઉદયભાઈ ભુવા, ગૌતમભાઈ ચાવડા, ભરતભાઈ હિરપરા, અને દિપકભાઈમહારાજ સહિત ગામના સેવાભાવી લોકો રામધૂન લઈ મધુર સવારને ઉજળી કરવા પ્રભાત ફેરી કરે છે.

error: Content is protected !!