સમાચાર

ચકકરગઢ માર્ગ પરની રહેવાસી મહિલાઓએ હલ્‍લાબોલ કરતાં પોલીસ દોડી

પાલિકાનાં શાસકો માર્ગો, સ્‍વચ્‍છતા કે પાણીની સુવિધા આપી શકતા નથી

ચકકરગઢ માર્ગ પરની રહેવાસી મહિલાઓએ હલ્‍લાબોલ કરતાં પોલીસ દોડી

અમરેલીમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા શરૂ થયો સંઘર્ષ

એ-ગ્રેડની પાલિકા હોવા છતાં પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધા મળતી નથી

અમરેલી, તા. 13

અમરેલીનાં ચકકરગઢ રોડ ઉપર વિસ્‍તારમાં આજે મહિલાઓએ નગરપાલિકાનાં સ્‍થાનિક પ્રશ્‍નો જેવા કે રોડ, રસ્‍તા અને પાણીનાં પ્રશ્‍ને ચકકાજામ કરી દેતા પોલીસ દોડી ગઈ હતી.

અમરેલીના ચકકરગઢ રોડ ઉપર ઘણાં લાંબા સમયથી પાલિકાનાં પ્રશ્‍ને રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ પાલિકાનાં સત્તાધીશો ઘ્‍યાન નહી આપતા આજે ચકકરગઢ રોડ ઉપર મહિલાઓ બેસી જઈ વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જતાં અને વાહનોની કતાર લાગી જતાં સ્‍થાનિક પોલીસ દોડી ગઈ હતી અને મહિલાઓ સાથે સજમાવટથી કામ લઈ રસ્‍તો ખુલ્‍લો કર્યો હતો.

error: Content is protected !!