Uncategorized

બાબરાનાં ધારેશ્‍વર મંદિરે બંધ પડેલ બોરમાંથી પાણીનો ધોધ છૂટયો

બાબરામાં નીલવડા રોડ ઉપર ધારેશ્‍વર હનુમાનજી દાદાના મંદિરના પટાંગણમાં વર્ષો જૂનો પાણીનો બોર આવેલો છે. તે પણ ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. ત્‍યારે અચાનક આ બંધ પડેલા પાણીના બોરમાંથી પાણીના ફુવારા ઉડતા મંદિરના મહંત સહિત લોકો એકઠા થયા હતા. ધારેશ્‍વરમાં હનુમાનજી દાદાની આ જગ્‍યા ઉંચી ધાર પર આવેલ છે. એના હિસાબે પાણીના તળો બહુ ઉંડા છે. ત્‍યારે અચાનક બંધ પડેલા બોરમાં પાણીના ફુવારા ઉડવા લાગતા જગ્‍યાના મહંત સહિત આજુબાજુના વાડીવાળા ખેડૂતો ખુશ થયા હતા.

error: Content is protected !!