સમાચાર

વડિયા ખાતે સિવિલ કોર્ટ બિલ્‍ડીંગ પરિસરમાં વિશાળ સંખ્‍યામાં ‘‘વૃક્ષારોપણ” કરાયું

પ્રકૃતિ પ્રેમી જજ મીમાંસાં અગ્રવાલ તથા એડવોકેટ અને પર્યાવરણ પ્રેમીઓ હાજર રહૃાા

વડીયા, તા.13

વડિયા ખાતે કોર્ટ બિલ્‍ડીંગ પરિસરમાં ભભવૃક્ષારોપણભભ માટે સુંદર આયોજન કરાયું હતું, હાલની ગ્‍લોબલ વોર્મીગ પરિસ્‍થિતિમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે વૃક્ષો જ સૌથી વધુ ઉપયોગી છે, ત્‍યારે આ સિવિલ કોર્ટનાં માનવતાવાદી અભિગમ ધરાવતાં અને પ્રકૃતિપ્રેમી મહિલા જજ સાહેબશ્રી મીમાંસા અગ્રવાલજીનાં નેતૃત્‍વ નીચે તેમની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ એડવોકેટોએ, કોર્ટ સ્‍ટાફ તથા પ્રકૃતિપ્રેમી નગરજનો ર્ેારા વિશાળ સંખ્‍યામાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરાયું હતું, પક્ષીઓને આશ્રય અને ખોરાક બન્‍ને મળી રહે, તે બાબત ઘ્‍યાને લઈ અનેક ફળાઉ વૃક્ષો અને છાંયાના ર00 ઉપરાંત ઝાડ આયોજન બઘ્‍ધ રીતે કોર્ટ પરિસરમાં અને કવાર્ટર પાસેની ખુલ્‍લી જગ્‍યામાં વાવેતર કરાયુ હતું, આ તકે પ્રકૃતિ ઉદ્યાન ફાઉન્‍ડેશનનાં પ્રતિનિધિ તરીકે ઉદયભાઈ દેસાઈ હાજર રહૃાા હતાં અને ટ્રસ્‍ટ ર્ેારા બહારનાંભાગે વાવવામાં આવેલ વૃક્ષોનાં રક્ષણ માટે પિંજરાઓ પૂરા પાડયા હતા.

આ તકે વન વિભાગનાં આરએફઓ રાખશીયા તથા ગાર્ડશ્રી સોલંકીભાઈએ હાજર રહી, માર્ગદર્શન આપ્‍યુ હતું, આદરણીય જજ સોબે જાતે વૃક્ષો વાવી પ્રેરણા પૂરી પાડી હતી, તેમજ એડવોકેટ જયશ્રીબેન પારેખ, રાઠોડભાઈ તથા ભીખુભાઈ વોરા વિગેરે હાજર રહી, તેમનાં વરદ્‌ હસ્‍તે વૃક્ષો વાવ્‍યા હતા, આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંકલન કોર્ટ રજીસ્‍ટ્રાર ગણેશભાઈ ચાવડા ર્ેારા કરાયું હતું, કોર્ટ સ્‍ટાફની સમગ્ર ટીમે કાર્યક્રમ સફળ બનાવવાં ખૂબ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!