સમાચાર

નદી અને સાગરના મિલન સ્‍થળે બિરાજતા ચાંચુડા મહાદેવ  

અતિ પ્રવિત્ર શ્રાવણ માસના પાવન દિવસો પસાર થઈ રહયા છે. ત્‍યારે ચાલો ચાંચુડેશ્‍વર મહાદેવના દર્શન કરીએ. ચાંચુડેશ્‍વર મહાદેવનું મંદિર ભભચાંચુડા મહાદેવભભ તરીકે ઓળખાય છે. આ ગામ કોવાયા ગામથી પુર્વના ચીમાડે અંદાજે અઢી કિ.મી.ના અંતરે આવેલું છે. ઘાતરડી નદી અરબી સુમદ્રને જયા ભેટે છે. તે સંગમ સ્‍થાન પાસે ટેકરી ઉપર આવેલું ભોળાનાથનું આ અતિ પ્રાચીન મંદિર છે. નદી અને સમુદ્રના સંગમ સ્‍થાનના સ્‍થળે જમીનનો આકર કુદરતી રીતે પક્ષીની ચાંચ જેવો બનતો હોઈ, આ મહાદેવ ચાંચુડેશ્‍વર અથવા ચાંચુડા મહાદેવ તરીકે ઓળખાય છે. ચાંચુડેશ્‍વર મહાદેવનું આમંદિર ખુબ જ પ્રાચીન સમયનું છે. આ મંદિર અંદાજે 1ર38 વર્ષ પુરાણું છે. કપોળ વોરા વંશના પુર્વજ કપોળ વણિક એવા શેઠ બંગાળેશા કે જેઓ ચારે બાજુ સમુદ્રથી વિંટાળેલા શિયાળબેટમાં વસતા હતા. શિયાળબેટ જે સમુદ્રની  વચ્‍ચે એક નાના ટાપુ ઉપર વસુલું એક જમાનામાં પ્રાચીન ઐતિહાસિક નગર હતું. આ બેટનું નામ અસલના વખતમાં ભભસહજાગપુરભભ હતું આ કપોળ વણિક શેઠ બંગાળશાએ સંવત – 831ની સાલમાં ચાંચુડેશ્‍વર મહાદેવનું મંદિર બંધાયેલ બંગાળશા શેઠને સેગાળશા એટલે કે ગણપત નામના બે પુત્રો હતા. તેમાનાં સગાળશા એટલે કે ભકતમણિ દાનવીર એવા શેઠ સગાળશા અને તેમના પુત્રનું નામ ચેલૈયા. જેવો ઈતિહાસથી મોટા ભાગના વાંચકો માહિતગાર હશે જ. ( આ બાબતનો ઉલ્‍લેખ, લેખકશ્રી બારોટ અંબાપ્રસાદ ખેડેરાવ – લેખિત પુસ્‍તકભભ, કશયપફુલચંન્‍દ્રીકાભભ અથવા ભભકપોળ વોરા વંશનો ઈતિહાસભભ આ પુસ્‍તકમાંથી મળે છે. ચાંચુડા મહાદેવનાં મંદિરનો અતિપ્રાચીન શિવમંદિર તરીકેનો મહિમાં તો છે જ, તે ઉપરાંત સ્‍વામિનારાયણ સંપ્રદાયનાં સત્‍સંગીઓ  –  સંતો માટે પણ આ સ્‍થળ આસ્‍થાનું કેન્‍દ્ર છે. તેમ જ આ સ્‍થળ પ્રસાદીનાં સ્‍થાન તરીકે મનાય છે. કારણ કે સ્‍વામિનારયાણ ભગવાનના ગરૂ તે રામાનંદ સ્‍વામિ અને રામાનંદ સ્‍વામિનાં ગુરૂ એટલે આત્‍માનંદ સ્‍વામિ પ.પૂ. સદ્ગુરૂ શ્રીઆત્‍માનંદ સ્‍વામિનાં દેહોત્‍સર્ગ આ મંદિરની બાજુમાં ધાતરવડી નદીનાં કિનારે ભતમરભના ઝાડ નીચે થયેલ, તે પવિત્ર સ્‍થાન પણ આ મંદિરની બાજુમાં આવેલ છે. ઉપરાંત ભગવાન  સ્‍વામિનારાયણ જયારે બાલ્‍યાવસ્‍થામાં ગૃહત્‍યાગ કરીને વનવિચરણ કરવા નીકળેલ ત્‍યારે તેઓ ભનીલકંઠવર્ણીભ તરીકે ઓળખાતા અને વનવિચરણના ભ્રમણ દરમ્‍યાન સંવત -18પપના સમય ગાળામાં તેઓ ચાંચુડેશ્‍વર મહાદેવનાં આ મંદિરે ભગવાન ભોળાનાથના દર્શન કરવા પધારેલ. (ઉપરોકત અને બાબતોનો ઉલ્‍લેખ પણ સ્‍વામિનારાયણ સંતોના લિખિત પુસ્‍તકોમાં જોવા મળે છે.) આ રીતે ચાંચુડેશ્‍વર મહાદેવનો વિશેષ મહિમાં છ ે. અહી હરહમેંશ અનેક શ્રઘ્‍ધાળુઓ અવિરત આવતા જ હોય છે. ભોળાનાથના દર્શન આવતા દરેક શ્રઘ્‍ધાળુઓ મંદિરની સામે ભોળાનાથની ભકિતમાં લીન એવા નીલકંઠવર્ણીની મનોહર મુર્તિને નમન કરીને પ.પૂ. સદ્ગુરૂ શ્રી આત્‍માનંદ સ્‍વામીના દહોત્‍સર્ગ સ્‍થાને પ્રતિષ્ઠા થયેલ ચરણ કમળ સ્‍થાને અગરબતી-દીપ પ્રગટાવી શ્રઘ્‍ધાપુર્વક નમન કરે છે. ઉપરાંત બાજુમાં આવેલ તમરનાં છોડ (ઝાડ)ને નદી તેમ જ સમુદ્રનાં સંગમ સ્‍થાનના જળનાં શ્રઘ્‍ધાપુર્વક અભિષેક કરી પોતાનો ભકિતભાવ પ્રગટ કરે છે.  આ મંદિર શરૂઆતમાં નાની દેરી સ્‍વરૂપે હતું સમયાંતરે તેનો જીણોઘ્‍ધાર થઈ હાલમાં ભવ્‍ય મંદિર આકાર પામ્‍યું છે. આ મંદિરે (શિવકથા)પુજયશ્રી નારીબાપુના સ્‍વમુખે શિવકથાનું સંગીતમય સુંદર આયોજન થયેલ. હાલમાં આ મંદિરનાં પુજારી તરીકે પુજયશ્રી મનુગીરીબાપુ છે. તેઓ ધણા જ માયાળુ અને મળતાવડા સ્‍વભાવના છે. ચાંચુડા મહાદેવના આ મંદિરે આવવા માટે કોવાયા ગામ થઈ ત્‍યાંથી અલ્‍ટ્રાટેક સિમેન્‍ટના ટ્રાન્‍સપોર્ટ પાર્કીંગ ગેઈટ થઈને જેટી રોડ ઉપર થઈને જવાય છે. કોવાયા ગામથી છેક મંદિર સુધીનો પાકો રસ્‍તો છે અને ત્‍યાં દરેક વાહન આસાનીથી જઈ શકે છે. આ મહાદેવજીનાં મંદિરે રામપરા તેમજ કોવાયા ગામના શ્રઘ્‍ધાળુ યુવા કાર્યકરો મંદિરના વિકાસકાર્યો તથા ધાર્મિક પ્રસંગોએ સેવાકાર્યોમાં સતત ખડે પગે પુરી ધગજ અને ખંતથી પોતાની સેવા બજાવે છે. ચાંચુડેશ્‍વર મહાદેવના દર્શને આવનાર શ્રઘ્‍ધાળુઓ ભગવાનનાં દર્શનની સાથે સાથે આ વિસ્‍તારમાં આવેલ પીપાવાવ બંદર સમુદ્રની વચ્‍ચે ટાપુ ઉપર વસેલું શિયાળબેટ ગામ તેમજ તોતીંગ જહાજો બને છે. તે શીપયાર્ડ અને એશિયાનો મહાકાયભભ અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીભભનો પ્‍લાન્‍ટ, આ બધુ જ ભોળાનાથના દર્શન સાથે એકદમ નજીકથી જોવાનો અનેરો લ્‍હાવો માણી શકાશે. તો આવાો ચાંચુડેશ્‍વર મહાદેવનાં દર્શને

error: Content is protected !!