સમાચાર

અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો

અમરેલી, તા.13

અમરેલીની માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજમાં મહિલા કલ્‍યાણ દિવસ નિમિતે અમરેલી જિલ્‍લા રોજગાર વિનિમય કચેરીના સંયુકત ઉપક્રમે મહિલાઓ માટે ખાસ મહિલા ઔદ્યોગિક ભરતી મેળો આયોજિત થઈ ગયો.આ ભરતી મેળામાં અમરેલી જિલ્‍લા રોજગાર અધિકારી સી.જે. દવે, રોજગાર કચેરીના કૌશિકભાઈ વાઘેલા, લક્ષીતાબેન, ખ્‍યાતિબેન મકાણી, ઉદિશા કલબ મેમ્‍બર ડો. વેલિયત, પ્રિન્‍સિપાલ ડો. સેન, કોલેજ પરિવાર અંદાજિત 300ની બહોળી સંખ્‍યામાં રોજગાર ઈચ્‍છુક મહિલાઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ રોજગાર ભરતી મેળામાં સિન્‍ટેક્ષ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ, રિલાયેબલ ટ્રસ્‍ટ યઝાકી ઈન્‍ડિયા અમદાવાદ, શાન કન્‍સલ્‍ટન્‍સી, ટીમવર્ક ટેલેન્‍ટ, ભાવનગરની કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા. આ ભરતી મેળામાં સવારે 11 નોકરીદાતાઓનું રજિસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ કંપનીઓના ઉપસ્‍થિત પ્રતિનિધિઓએ અલગ અલગ રૂમમાં ઈન્‍ટરવ્‍યૂ લીધા બાદ ઉમેદવારોને પસંદ કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્‍સિપાલ ડો. સેન મેડમ, સમગ્ર કોલેજ પરિવાર, ઉદિશા કલબ મેમ્‍બર, ડો. વેલિયત અને રોજગાર અધિકારી તેમજ રોજગાર કચેરીના તમામ કર્મચારીઓનો ઉતમ સહયોગ મળ્‍યો હતો.

error: Content is protected !!