સમાચાર

અમરેલી જિલ્‍લાનાં તળાવોમાં નવા નીરની ભરપૂર આવક

મેઘરાજાએ પાણીની સમસ્‍યા દૂર કરતા હાશકારો

અમરેલી જિલ્‍લાનાં તળાવોમાં નવા નીરની ભરપૂર આવક

બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા, બગસરા અને કુંકાવાવ-વડીયામાં ર0 ઈંચ કરતા વધારે વરસાદ

ધારી, ખાંભા, જાફરાબાદ અને રાજુલામાં 1રથી લઈને 14 ઈંચ વરસાદ

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકામાં ન પડયો હોય તેટલો વરસાદ પડી જતાં જગતાત ગણાતાં ખેડૂતો સહિત સૌ કોઈમાં રાહતની લાગણી ઉભી થઈ છે. અમરેલી, બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા, બગસરા અને વડીયા-કુંકાવાવપંથકમાં ર0 ઈંચ કરતાં વધુ વરસાદ થવાથી લગભગ તમામ ચેકડેમ, નાના-મોટા તળાવો પાણીથી છલોછલ થઈ ગયા છે.

અમરેલી જિલ્‍લામાં સરેરાશ વરસાદ રપ ઈંચ આસપાસ થતો હોય છે પરંતુ છેલ્‍લા એકાદ દાયકાથી જળસિંચનની ભગીરથ કામગીરી કરવામાં આવતાં વરસાદી પાણી નદી વાટે દરિયામાં જતાં રહેતાં હતા તેમાં હવે ઘટાડો થતાં ગામનું પાણી ગામનાં તળાવમાં સંગ્રહ થતાં તે વિસ્‍તારનાં બોર, કુવા રિ-ચાર્જ થઈ જતાં હોય છે. જેનાથી પીવાના કે સિંચાઈનાં પાણીની મુસીબતનો હલ થઈ જાય છે.

કુંકાવાવનો સોનલ ડેમ, અમરેલી શહેરનો કામનાથ જળાશય, લાઠી નજીકનું હરિકૃષ્‍ણ સરોવર છલોછલ થઈ ગયો છે. તો ચમારડી, ઈંગોરાળા, ચિતલ સહિતનાં વિસ્‍તારોનાં ચેકડેમ કે તળાવોઓવરફલો થઈ જતાં સૌ કોઈમાં હાકારીની લાગણી ઉભી થઈ છે.

જિલ્‍લાનાં સૌથી ઊંચા ખોડીયા સહિતનાં જળાશયની સપાટીમાં વધારો થયો છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની શકયતાઓ હોય તમામ જળાશયો પણ ભરાઈ જવાની સૌ કોઈ આશા સેવી રહૃાું છે.

જિલ્‍લાનાં ગીરકાંઠાનાં ધારી અને ખાંભા તેમજ દરિયાકાંઠાના રાજુલા, જાફરાબાદ પંથકમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડયો હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!