સમાચાર

બાબરામાં પાલિકાનાં શાસકોએ યુદ્ધનાં ધોરણે પીવાના પાણીનાં સોર્સ ઉભા કરી દીધા

મહિ-પરિએજ યોજનાનું પાણી વિતરણ બંધ હોવાથી

બાબરામાં પાલિકાનાં શાસકોએ યુદ્ધનાં ધોરણે પીવાના પાણીનાં સોર્સ ઉભા કરી દીધા

પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાની કામગીરીથી શહેરીજનો ખુશ

બાબરા, તા.1ર

બાબરામાં નર્મદાનું પાણી થોડા દિવસો બંધ રહેવાનું હોવાથી શહેરમાં પાણીનું ભારે સંકટ સર્જાવાનું જોકે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા તાબડતોબ નગરપાલિકાની કરિયાણા, રામપરા પાણીની યોજનાઓને પુનઃ જીવિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં આ યોજનાને શરૂ કરાવી સમ્‍પ ભરવાનું શરૂ કરાવતા નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

બાબરામાં વર્ષોથી રામપરા, કરિયાણા પાણીની નગરપાલિકાની સ્‍થાનિક સોર્સની યોજના હતી પણ કોઈ કારણોસર બંધ હાલતમાં હતી. અનેકવાર શરૂ કરવામાં આવી હતી. અને પાછી બંધથઈ જતી હતી. ત્‍યારે બાબરા શહેર પીવાના પાણી માટે માત્ર નર્મદાના પાણી માટે આધારીત રહેવું પડતું હતું. જયારે પણ નર્મદાનું પાણી બંધ થાય ત્‍યારે નગરજનોમાં પાણી ચિંતા ફેલાતી હતી.

હાલ નર્મદાનું પાણી એક પખવાડિયાથી બંધ રહેવાનું હોવાથી પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા બાબરા નગરપાલિકાની વર્ષો જૂની પાણીની યોજના શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સતત બે દિવસ સુધી જહેમત ઉઠાવી બાબરાને કરીયાણા, રામપરા યોજનાનું પાણી મળવાનું થતા નગરજનોમાં આનંદ છવાઈ ગયો હતો અને નગરજનોએ નગરપાલિકા પ્રમુખને અભિનંદન પાઠવ્‍યા હતા.

પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાએ હર્ષોલ્‍લાસ સાથે જણાવ્‍યું હતું કે બાબરા નગરપાલિકાની જૂની પાણીની યોજના શરૂ કરાય છે. હવે બાબરામાં કયારેય પાણીની સમસ્‍યા નહીં સર્જાય અને શહેરને નર્મદાના પાણી ઉપર આધારીત નહીં રહેવું પડે અને શહેરમાં નિયમિત પાણી લોકોને મળશે તેમ અંતમાં પ્રમુખ દ્વારા જણાવ્‍યું હતું.

 

error: Content is protected !!