સમાચાર

કરોડોનાં ખર્ચે માર્ગો બનાવ્‍યાને હવે લાખોનાં ખર્ચે રીપેરીંગ

પાલિકાનાં શાસકોને બન્‍ને બાજુથી ફાયદા હી ફાયદા

કરોડોનાં ખર્ચે માર્ગો બનાવ્‍યાને હવે લાખોનાં ખર્ચે રીપેરીંગ

શહેરીજનોનાં પરસેવાનાં પૈસાની થતી ગેરરીતિનું ઉત્તમ પ્રદર્શન જોવા મળી રહૃાું છે

નબળો માર્ગ બન્‍યો હોય તો રીપેરીંગ પણ જે-તે કોન્‍ટ્રાકટરે સ્‍વખર્ચે કરવું જરૂરી છે

અમરેલી, તા. 1ર

અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યા બિસ્‍માર માર્ગોને લઈને પરેશાનીમાં મુકાઈ ગઈ છે શહેરનાં રાજમાર્ગોની મરામત થોડા દિવસો પહેલાં થયા બાદ મેઘરાજાએ મોટાભાગનાં માર્ગની હાલત બગાડી નાખતાં હવે પાલિકાએ થુંકનાં સાંધા મારવાનું શરૂ કર્યુ છે. શહેરની દોઢ લાખની જનસંખ્‍યા છેલ્‍લા 3 વર્ષથી ભુગર્ભ ગટર, ગેસ પાઈપલાઈનનીકામગીરીનાં કારણે બિસ્‍માર થયેલ માર્ગોથી ત્રાહીમામ પોકારી જતાં જન આંદોલન ઉભુ થતાં પાલિકાએ થોડા દિવસો પહેલાં શહેરનાં રાજમાર્ગો ઉતાવળે બનાવ્‍યા અને તેમાં નીતિ-નિયમોને નેવે મુકી દેવામાં આવ્‍યા. છેલ્‍લા 10 દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવતાં હવે પાલિકાએ રીપેરીંગ કામ શરૂ કર્યુ છે.  કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ માર્ગોનું હવે રીપેરીંગ લાખો રૂપિયાનાં ખર્ચે કરવામાં આવતાં શહેરીજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

error: Content is protected !!